Sunday, September 24, 2023
Homeવિશ્વઆંતરરાષ્ટ્રીય : ચીનમાં એક દિવસમાં 31 હજારથી વધુ કેસ નોંધાયા

આંતરરાષ્ટ્રીય : ચીનમાં એક દિવસમાં 31 હજારથી વધુ કેસ નોંધાયા

- Advertisement -

ચીનમાં એક દિવસમાં 31 હજારથી વધુ કેસ નોંધાયા
બેઇજિંગમાં લાદવામાં આવ્યા કડક નિયંત્રણો
આરોગ્ય અધિકારીઓ દ્વારા ધરમાં રહેવા કરાઈ અપીલ

ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસમાં તીવ્ર વધારો થયો છે. બુધવારે દૈનિક કોવિડ કેસ 31,454 ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. આ રોગચાળાની શરૂઆત પછીનું ઉચ્ચતમ સ્તર છે. એપલ પ્લાન્ટમાં કામદારો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેની અથડામણને પગલે ઝેંગઝોઉમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ચીનના નેશનલ હેલ્થ બ્યુરોના આ આંકડાએ ચોંકાવી દીધા છે. એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા બાદ, લોકડાઉન, મુસાફરી પર પ્રતિબંધ લાદવા ઉપરાંત, ચીનની સરકાર કોરોનાના વધુ ફેલાવાને રોકવા માટે પરીક્ષણ અને રસીકરણને પણ સઘન બનાવી રહી છે. કોરોના લોકડાઉન હેઠળ રાજધાની બેઇજિંગમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પાર્ક, ઓફિસ બિલ્ડિંગ અને શોપિંગ મોલ બંધ કરી દેવામાં આવ્યા છે. બેઇજિંગના સૌથી વધુ વસ્તી ધરાવતા ચાઓયાંગ જિલ્લાને લગભગ સંપૂર્ણ લોકડાઉન હેઠળ મૂકવામાં આવ્યો છે. ત્યારે આરોગ્ય અધિકારીઓ દ્વારા ચાઓયાંગ જિલ્લાના રહેવાસીઓને ઘરમાં જ રહેવા વિનંતી કરવાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular