અમદાવાદ : ભાડે રહીને પોલીસને જાણ ન કરનારા 40થી વધુ લોકો સામે ગુનો નોંધાયો

0
35

અમદાવાદઃ શહેરમાં કોઇ પણ મકાન માલિકે ભાડે મકાન આપ્યું હોય તો ભાડુઆતના દસ્તાવેજ સાથે પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની હોય છે. આ અંગે શહેર પોલીસે કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. જેને લઇને એસઓજી ક્રાઇમ અને સ્થાનિક પોલીસે વિવિધ વિસ્તારમાં 40થી વધુ કેસ કર્યા હતા અને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

શહેરમાં જ્યારે પણ કોઇ મોટી ઘટના બને છે ત્યારે જે પણ આરોપીઓ પકડાય છે તે લોકો મકાન ભાડે રાખીને રહેતા હોવાનું સામે આવે છે. જેને લઇને શહેર પોલીસ કમિશનર એ કે સિંહ તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા મુજબ જે પણ મકાન માલિકે મકાન ભાડે આપ્યું હોય તેની નોંધણી પોલીસસ્ટેશનમાં કરાવવાની રહેતી હોય છે. અનેક મકાન માલિકોએ આ પ્રકારની નોંધણી ન કરાઇ હોવાનું ધ્યાને આવતા એસઓજી ક્રાઇમે એક ડ્રાઇવ રાખી વટવા, વેજલપુર, વસ્ત્રાપુર, આનંદનગર વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન 40 થી વધુ કેસ કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here