કોરોના વર્લ્ડ : બ્રાઝીલમાં 24 કલાકમાં 40 હજારથી વધારે કેસ નોંધાયા, બ્રિટનમાં નવી રસીની માણસ ઉપર ટ્રાયલ શરૂ

0
7

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 95 લાખ 42 હજાર 451 કેસ નોંધાયા છે. જેમા 4.85 લાખ લોકોના મોત થયા છે. 51.87 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. બ્રિટનમાં નવી રસીની માણસ ઉપર ટ્રાયલ શરૂ કરાઈ છે. 300 લોકો ઉપર તેનો ટેસ્ટ કરાશે. દેશમાં આ બીજી વેક્સીન છે જેનો માણસ ઉપર ટ્રાયલ થઈ રહ્યો છે.

અમેરિકામાં 1.24 લાખ કેસ

અમેરિકામાં 24 લાખ 62 હજાર 708 કેસ નોંધાયા છે, જેમાં 1.24 લાખથી વધારે લોકોના મોત થયા છે. 10.41 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં પોઝિટિવ કેસ 12 લાખ નજીક
બ્રાઝીલમાં અત્યાર સુધીમાં 11.92 લાખ કેસ નોંધાયા છે અને 53 હજાર 874 લોકોના મોત થયા છે.

ઈટાલીમાં 18 હજાર 655 એક્ટિવ કેસ

ઈટાલી એક સમયે યુરોપમાં સૌથી પ્રભાવિત દેશ હતો, હાલ અહીં 18 હજાર 655 એક્ટિવ કેસ છે. અહીં કુલ 2 લાખ 39 હજાર 410 કેસ નોંધાયા છે અને 34 હજાર 644 લોકોના મોત થયા છે.

પાકિસ્તાનમાં 4044 નવા કેસ નોંધાયા

પાકિસ્તાનમાં 24 કલાકમાં 4044 નવા કેસ નોંધાયા છે અને 148 લોકોના મોત થયા છે. દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 1.92 લાખથી વધારે થઈ ગઈ છે. 3903 લોકોના મોત થયા છે.

સપ્તાહમાં 10 લાખ કેસ નોંધાય છે: WHO

વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ એડહોનમ ગેબ્રિયેસિસે જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં પોઝિટિવ કેસ એક કરોડથી વધારે થઈ જશે. હાલ સપ્તાહમાં 10 લાખ કેસ નોંધાય રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં એક લાખ લોકોનો ટેસ્ટ થશે

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક દિવસોમાં કેસ વધી રહ્યા છે. એટલા માટે સરકારે ઘરે-ઘરે જઈને કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. મેલબોર્ન કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. વિક્ટોરિયા સ્ટેટમાં ગુરુવારે 33 નવા કેસ નોંધાયા. અહીં કોરોનાના કેસ વધારે છે. અહીં 1000થી વધારે સૈનિકોને તહેનાત કરાશે. અહીં એક લાખથી વધારે લોકોનો ટેસ્ટ કરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ દરરોજ 10 હજાર લોકોનો ટેસ્ટ કરાશે.

રશિયા: મોસ્કોમાં અત્યાર સુધીમાં 3666 લોકોના મોત

મોસ્કોમાં 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે, અહીં કુલ મૃત્યુઆંક 3669 થયો છે.  રશિયામાં કુલ પોઝિટિવ કેસ 6 લાખ 6 હજારથી વધારે છે અને 8500થી વધારે લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here