ગુજરાત : રાજ્યમાં 45 દિવસમાં 5 હજારથી વધુ કેસ, નવા 335 પોઝિટિવ કેસ અને અમદાવાદના 20 સહિત 26ના મોત

0
9
  • અત્યાર સુધીમાં 74116 ટેસ્ટ, 5056 પોઝિટિવ, 69062ના રિપોર્ટ નેગેટિવ
  • રાજ્યમાં મૃત્યુનો આંકડો 262 પર પહોંચ્યો, 896 લોકો અત્યાર સુધીમાં સાજા થયા
  • અમદાવાદના 250 કેસ સાથે ગુજરાતમાં કુલ કેસ 5056, દ્વારકામાં 2 કેસ નોંધાયા

રાજ્યમાં 45 દિવસમાં જ 5 હજારથી વધારે કેસોનો આંકડો પાર કર્યો છે. શનિવારે કોરોના પોઝિટિવના 335 કેસો નોંધાયા હતા. જેમાં અત્યાર સુધી ગ્રીન ઝોન રહેલા દેવભૂમિ દ્વારકામાં બે પોઝિટિવ કેસ સામે આવતા આંકડો 335 થયો છે જો કે રાજ્ય સરકારે આ આંકડાની સત્તાવાર જાહેરાત આજે કરશે. માત્રના કોરોનાના કારણે 9 તેમજ કોરોના અને અન્ય બીમારીને પગલે 17 દર્દીઓ મળી કુલ 26 દર્દીના મોત નિપજ્યા હતા. તેમજ રાજ્યમાં 160 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હોવાની માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આપી હતી.

અજમેરથી આવેલી મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ

ગ્રીન ઝોન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજસ્થાનના અજમેરથી બેટ દ્વારકા આવેલા એક મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લાવાર જોઈએ તો આજે અમદાવાદમાં 250, ભાવનગર 6, બોટાદ 6, દાહોદ 1, ગાંધીનગર 18, ખેડા 3, નવસારી 2, પંચમહાલ 1, પાટણ 3, સુરત 17, તાપી 1, વડોદરા 17, વલસાડ 1, મહીસાગર 6 અને છોટાઉદેપુરમાં 1 નોઁધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી 5054 દર્દીઓ નોઁધાયા છે. તે પૈકી 36 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3860 દર્દીઓની હાલ સ્ટેબલ છે. 896 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 262 દર્દીઓએ કોરોના સામેની જંગમાં જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીએ, વડોદરામાં 3,  સુરતમાં 2 અને આણંદમાં એક દર્દીનું મોત થયું છે.

આજે અમદાવાદ-ગાંધીનગરમાં IAF દ્વારા ફ્લાય પાસ્ટ

અમદાવાદમાં આજે રવિવારે સવારે 10 વાગે IAFવાળી હેલિકોપ્ટર સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ પર ફૂલ વર્ષા કરશે. સાથે સ્વાક બેન્ડ કેમ્પર્સમાં ધૂન રેલાવશે. 11.25 વાગે ફ્લાઈટ પ્લેન વિધાનસભા પરથી ફ્લાય પાસ્ટ કરશે. 10.55 વાગે હેલિકોપ્ટર ગાંધીનગર હોસ્પિટલ પર ફૂલવર્ષા કરશે.

160 સાજા થયાં, 107 પુરુષો, 53 મહિલા દર્દીઓ, સુરેન્દ્રનગર કોરોનામુક્ત

શનિવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાંથી કુલ 160 દર્દીઓએ કોરોના સામેના સંઘર્ષમાં જીત મેળવી છે. આવાં દર્દીઓમાં 107 પુરુષો જ્યારે 53 મહિલા દર્દીઓ છે. તેમાં અમદાવાદના 63, વડોદરાના 40, સૂરતના 32, બનાસકાંઠાના 10, અરવલ્લીના 6, મહેસાણા અને પંચમહાલના 2-2 તથા આણંદ, ભરૂચ, ગાંધીનગર, નવસારી-સુરેન્દ્રનગરના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોઝિટિવ કેસને રજા અપાતાં હાલ આ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે.

એક સપ્તાહમાં 2000 કેસ વધ્યા

25 એપ્રિલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ હોય તેવાં લગભગ 3000 જેટલા કેસ હતા તેમાંથી 2 મેએ આ આંકડો 5000થી વધુ થઇ ગયો છે. એટલે કે એક જ સપ્તાહમાં 2000 કેસ વધી ગયાં છે. જ્યારે 23 એપ્રિલે રાજ્યમાં 2,624 કેસ નોંધાયેલાં હતાં તે શનિવારે એટલે કે નવ દિવસમાં બમણા થયાં છે. એટલે હાલ રાજ્યમાં કેસ ડબલિંગનો રેટ નવ દિવસનો છે.

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 3543 185 462
વડોદરા 325 24 142
સુરત 661 28 99
રાજકોટ 58 01 18
ભાવનગર 53 05 21
આણંદ 74 05 31
ભરૂચ 27 02 21
ગાંધીનગર 67 02 13
પાટણ 21 01 12
નર્મદા 12 00 10
પંચમહાલ 38 03 05
બનાસકાંઠા 29 01 14
છોટાઉદેપુર 14 00 06
કચ્છ 07 01 05
મહેસાણા 11 00 07
બોટાદ 27 01 2
પોરબંદર 03 00 03
દાહોદ 06 00 02
ખેડા 09 00 02
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 23 00 05
અરવલ્લી 19 01 06
તાપી 02 00 00
વલસાડ 06 01 00
નવસારી 08 00 02
ડાંગ 02 00 00
દેવભૂમિ દ્વારકા 02 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ  5056 262 896

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here