કોરોના અપડેટ રાજકોટ : લોકડાઉનને લઇને ગીરસોમનાથમા માઢવાડ બંદરે એક બોટમાં 50થી વધુ માછીમારો પરત ફર્યા

0
16
  • જીવના જોખમે દરયાઇ મુસાફરી કરી માઢવાડ બંદરે પહોંચ્યા 
  • રાજકોટમાં આધુનિક મશીનો દ્વારા ફોગીંગ કરવામાં આવશે

રાજકોટ : કોરોના વાઇરસન મહામારીમાં દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગીરસોમનાથના માઢવાડ બંદરે એક બોટમાં 50થી વધુ માછીમારો પરત ફર્યા છે. ઓખાથી ગીર સોમનાથ બંદરે પહોંચ્યા હતા અને બાદમાં માઢવાડ બંદરે પહોંચ્યા હતા. જીવના જોખમે દરિયાઇ મુસાફરી કરી માછીમારો પરત ફર્યા છે. તંત્રએ બાય રોડ વ્યવસ્થા ન કરતા દરિયાઇ માર્ગે માછીમારો ઓખાથી માઢવાડ બંદરે પહોંચ્યા હતા. રાજકોટ નજીક ખેતીના સાધનો બનાવતી શક્તિમાન રોટાવેટર કંપનીએ  મનપાને 4 આદુનિક મશીનો આપ્યા છે. આ મશીનો શહેરના વિવિધ વિસ્તારોમાં  ફરી રસ્તા પર સેનિટાઇઝર અને દવાનો છંટકાવ કરશે. હાલ 4 મશીનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે અને જરૂર પડ્યે વધુ મશીન વિકસાવામાં આવશે. શહેરના 18 વોર્ડમાં આ મશીનથી ફોગીંગ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here