Thursday, April 17, 2025
HomeગુજરાતGUJARAT: ભાવનગરમાં જીએસટી નંબર મેળવવા માટે આવતી અરજીની 50 ટકાથી વધારે અરજીઓ...

GUJARAT: ભાવનગરમાં જીએસટી નંબર મેળવવા માટે આવતી અરજીની 50 ટકાથી વધારે અરજીઓ રિજેક્ટ થાય છે

- Advertisement -

જીએસટીના નિયમોમાં છટકબારી શોધી તેના આધારે ખોટા જીએસટી નંબર મેળવી બોગસ બિલિંગ કરી સરકારી તિજોરીને નુંકસાન પહોંચાડવાનું કૌભાંડ ઉજાગર થયું અને તેનું કેન્દ્ર બિંદુ ભાવનગર રહ્યું હતું. બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર થયા પછી સરકાર હરકતમાં આવી અને બાયોમેટ્રીક આધારિત આધાર પ્રમાણીકરણની સિસ્ટમ અમલી કરી જેનાથી બોગસ પેઢી બનતી અટકે અને આ માટે પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાતમાં ભાવનગર સહિત ૧૨ સ્થળોએ જીએસટી સેવા કેન્દ્ર શરૂ થયા હતા.

ભાવનગરમાં છેલ્લા ૭ મહિનામાં નવો જીએસટી નંબર મેળવવા માટે આવતી કુલ અરજીની ૫૦ ટકા અરજી નામંજૂર થઈ છે. બોગસ બિલિંગ ઉજાગર થયા બાદ નવો જીએસટી નંબર આપવામાં સ્ટેટ જીએસટી વિભાગ સખ્ત રહે છે.બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર થયાં પછી દેશમાં વેપારીને નવો જીએસટી નંબર આપવા માટે બાયોમેટ્રીક આધારિત આધાર પ્રમાણીકરણની સિસ્ટમ અમલી કરવામાં આવી હતી. બોગસ પેઢીઓ બનાવી સરકારની તિજોરીને નુંકસાન પહોંચાડવામાં આવતું હોવાનું સામે આવતા જીએસટી રજિસ્ટ્રેશન નિયમો સખ્ત કરવા માટે નવી સિસ્ટમ અમલી કરી જેમાં અરજદારને આધાર દ્વારા પ્રમાણિત કરી તથા જીએસટી સેવા કેન્દ્ર પર બાયોમેટ્રિકલી ચકાસણી કર્યાં પછી જ નવો જીએસટી નોંધણી નંબર અધિકૃત કરી શકાય છે. બોગસ પેઢી અને બોગસ બિલિંગ અટકાવવા માટેના પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાતમાં ભાવનગર સહિત ૧૨ સ્થળોએ તા.૭મી નવેમ્બર ૨૦૨૩ના રોજ નાણાં મંત્રાલય દ્વારા જીએસટી સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા. છેલ્લા સાત મહિનાથી ભાવનગરમાં નવો જીએસટી નોંધણી નંબર મેળવવા માટે અરજદારે જીએસટી સેવા કેન્દ્રની બાયોમેટ્રીક આધારિત આધાર પ્રમાણીકરણની સિસ્ટમમાંથી પસાર થવું ફરજીયાત છે. નવો નોંધણી નંબર મેળવવાની આ પ્રક્રિયાથી અમુક વેપારીઓમાં કચવાટ જોવા મળે છે પરંતુ જ્યારથી બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર થયું ત્યારથી ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગ નવો નોંધણી નંબર આપવામાં સખ્ત રહે છે. ભાવનગરમાં છેલ્લા ૭ મહિનામાં નવો જીએસટી નંબર મેળવવા માટે આવતી  કુલ અરજી પૈકીની ૫૪.૮૬ ટકા અરજી નામંજૂર થઈ છે. કોઈ પણ અરજદાર નવા નોંધણી નંબર માટે અરજી કરે તે બાદ જીએસટીએનની સિસ્ટમ એઆઈ થકી અરજદારનો રેકોર્ડ તપાસી અરજદારને બાયોમેટ્રીક કે નોન-બાયોમેટ્રીક કંઈ પદ્ધતિથી નંબર આપવો તે નક્કી કરે છે. નોન-બાયોમેટ્રિક પદ્ધતિમાં અરજદારની વિગત આધારની વિગત સાથે પ્રમાણિત કરવામાં આવે છે તથા તેના બિઝનેસની પ્રોફાઈલ, બેંકની વિગત, સરનામું વગેરે બાબતોનું વિશ્લેષણ કર્યાં બાદ સ્ટેટ જીએસટી વિભાગના ઈન્સ્પેક્ટર દ્વારા રૂબરૂ તેના બિઝનેસના સ્થળની મુલાકાત કરી તપાસ કરે છે અને બધુ યોગ્ય લાગ્યા બાદ નવો નોંધણી નંબર અધિકૃત કરવામાં આવે છે. જ્યારે બાયોમેટ્રીક પદ્ધતિમાં અરજદારને પોતાના તમામ ઓરિજનલ ડોક્યૂમેન્ટ સાથે જીએસટી સેવા કેન્દ્ર ખાતે રૂબરૂ બોલાવવામાં આવે છે, આઈસ્કેનર, ફીંગર પ્રિન્ટ સ્કેનરથી પ્રમાણીકરણ કર્યાં બાદ નવો નોંધણી નંબર અધિકૃત કરવામાં આવે છે. ભાવનગરમાં દરરોજ ઓછામાં ઓછા ૭થી લઈ વધુમાં વધુ ૨૪ અરજદારોનું બાયોમેટ્રીક પ્રમાણીકરણ થાય છે. બાયોમેટ્રીક પ્રમાણીકરણ માટે અરજદાર પોતાના વકીલ કે સીએને સાથે લાવી શકતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular