રૂપાલમાં નીકળશે વરદાયિની માતાની પલ્લી,500થી વધુ પોલીસ જવાન તૈનાત

0
0

દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લી નીકળશે.રૂપાલ ગામમાં આવેલા વરદાયિની માતાની પલ્લી વરસોની પરંપરાથી નીકળે છે.માતાજીની આ પલ્લીમાં હજારો કિલો ઘી ચઢાવવામાં આવે છે.

જેમાં લાખો ભાવિકો પોતાની માનતા પુરી કરે છે.જેમાં આ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા પલ્લી ની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.જેની માહિતી આપતા પ્રાંત અધિકારી જે.એમ .ગોરણીયા એ જનવ્યુ હતું કે, આ વર્ષે 8 થી 10 લાખ દર્શનાથી ઓ લાભ લેશે. આટલા મોટા સમૂહ ને ધ્યાન માં રાખી ને પાર્કિંગ ની 7 જગ્યા એ વ્યવસ્થા કરવામાં આવી છે. 500 થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે 200 જેટલા હોમગાર્ડ ના જવાનો તૈનાત રહેશે.17 થી18 જગ્યાએ વિડીયોગ્રાફી કરશે,15 જેટલા cctv કેમેરા લગાવવામાં આવ્યા છે.

સાથે 8 જગ્યા એ મોટા LED સ્ક્રીન મુકવામાં આવશે. મંદિર ખાતે એક કન્ટ્રોલ રૂમ પણ ઉભો કરાશે. આરોગ્ય ખાતા અને પંચાયત તરફ થિ 4 થી 5 જેટલી એમ્બ્યુલન્સ જોડે મેડિકલ ટિમ ખડે પગે રાખવામાં આવશે. પલ્લી ની સાથે ફાયર ના કર્મચારીઓ હાજર રહેશે. UGVCL દ્વારા વીજ પુરવઠો અવિરત ચાલુ રહે તે વી વ્યવસ્થા ગોઠવાઈ છે. R&B દ્વારા તૂટેલા રોડ નું પેચિંગ શરૂ કરી દેવા માં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here