દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 50 હજારથી વધુ કેસ, 871 નાં મોત

0
9

ભારતમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ફરી એક વાર 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 53,601 નવા કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 22,68,675 થઈ ગઈ છે.

આ સમય દરમિયાન 871 લોકોનાં મોત નીપજ્યાં છે, ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા 45,257 પર પહોંચી ગઈ છે. વળી રિકવર થતા લોકોની સંખ્યા વધીને 15,83,489 અને રિકવરી દર વધીને 69.79 ટકા થઈ ગઈ છે. WHO નાં આંકડા મુજબ, 4 થી 10 ઓગસ્ટ સુધી, ભારતમાં વિશ્વનાં દેશો કરતા સૌથી વધુ નવા કેસો સામે આવ્યા છે. 10 ઓગસ્ટ સુધીમાં , યુએસએમાં 53 , 893 નવા કેસ નોંધાયા છે. બ્રાઝિલમાં 49,970 અને ભારતમાં 62,064 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 4 દિવસથી દરરોજ નવા કેસની સંખ્યા 60 હજારનો આંકડો વટાવી રહી હતી. ચાર દિવસ બાદ આજે આ આંકડો 53 હજાર પર આવી ગયો છે.