Saturday, August 13, 2022
Homeકોરોના દુનિયામાં અત્યારસુધીમાં 6.35 કરોડથી વધારે સંક્રમિત : વિયેતનામમાં 3 મહિના પછી...
Array

કોરોના દુનિયામાં અત્યારસુધીમાં 6.35 કરોડથી વધારે સંક્રમિત : વિયેતનામમાં 3 મહિના પછી લોકલ ટ્રાન્સમિશનનો પહેલો કેસ, ચીને કિમ જોંગ ઉનને વેક્સિન આપી.

- Advertisement -

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 6.35 કરોડને પાર થઈ ગયો છે. 4 કરોડ 39 લાખથી વધારે લોકો સાજા થઈ ગયા છે. અત્યારસુધીમાં 14 લાખ 73 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. વિયેતનામમાં અંદાજે 3 મહિના પછી લોકલ ટ્રાન્સમિશન, એટલે કે સ્થાનિક સંક્રમણનો પહેલો કેસ નોંધાયો છે. પહેલી લહેરમાં જે દેશોમાં કોરોના વાઈરસ પર કાબૂ મેળવી શકાયો હતો એમાં વિયેતનામ મહત્ત્વના સ્થાને હતું.

વિયેતનામમાં ફરી સંક્રમણ ફેલાવવાનું જોખમ

કોરોના વાઈરસ પર ખૂબ સરસ રીતે નિયંત્રણ મેળવી લેનારા દેશોમાં વિયેતનામનું ઉદાહરણ આપવામાં આવતું હતું. હવે અહીં સંક્રમણની બીજી લહેરના સંકેતો મળી રહ્યા છે. દેશની હેલ્થ મિનિસ્ટ્રીએ સોમવારે રાતે કહ્યું હતું કે અહીં ત્રણ મહિના પછી લોકલ ટ્રાન્સમિશનનો પહેલો કેસ સામે આવ્યો છે. માનવામાં આવે છે કે આ કેસ દેશની સૌથી વધુ વસતિ ધરાવતા શહેર ચી મિન્હનો છે. હવે અહીં પહેલાંની જેમ કડક રીતે ટ્રેક એન્ડ ટ્રેસનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ક્વોરન્ટીન સુવિધાને પણ ફરી વખત એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.

હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું- અસ્થાયી રીતે અમુક વિસ્તારોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન માત્ર એ વિસ્તારમાં લગાવવામાં આવ્યું છે, જ્યાં એક દર્દી પોઝિટિવ નોંધાયો છે. માનવામાં આવે છે કે તે 12થી વધુ લોકોના સંપર્કમાં આવ્યો હતો. આ દરેક લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. મહામારી શરૂ થયા પછીથી અત્યારસુધીમાં વિયેતનામમાં કુલ 1347 કેસ નોંધાયા છે. 35 લોકોનાં મોત થયાં છે. દેશની જનસંખ્યા અંદાજે 95 લાખ છે.

વિયેતનામના હનોઈ શહેરમાં સોમવારે સ્કૂટર પર જતા લોકો, અહીં 3 મહિના પછી સ્થાનિક સંક્રમણનો કેસ નોંધાયો છે.
(વિયેતનામના હનોઈ શહેરમાં સોમવારે સ્કૂટર પર જતા લોકો, અહીં 3 મહિના પછી સ્થાનિક સંક્રમણનો કેસ નોંધાયો છે.)

 

ચીને કિમ જોંગ ઉનને વેક્સિન આપી

અમેરિકાના એક એનાલિસ્ટે દાવો કર્યો છે કે ચીને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને તેમના પરિવારને વેક્સિન આપી છે. અમેરિકન એનાલિસ્ટે આ દાવો જાપાનના બે ઈન્ટેલિજન્સ રિપોર્ટના આધારે કર્યો છે. દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે નોર્થ કોરિયામાં ઘણા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જોકે આ વાતે હજી કોઈ સ્પષ્ટીકરણ કરાયું નથી. હજી એવો પણ ખુલાસો થયો નથી કે નોર્થ કોરિયામાં ચીને કઈ કંપનીની અને કઈ વેક્સિન આપી છે.

નોર્થ કોરિયાએ કોઈ નવા સંક્રમિત કેસનો ઘટસ્ફોટ પણ નથી કર્યો, પરંતુ સાઉથ કોરિયાનાં ખાનગી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નોર્થ કોરિયામાં મોટે પાયે સંક્રમણ થઈ રહ્યું છે. એનું કારણ એ છે કે તે લોકો ચીનની સંપર્કમાં વધારે છે.

અમેરિકન્સને મળી શકે છે રાહત

અમેરિકામાં ક્રિસમસ પહેલાં વેક્સિન શરૂ થઈ શકે છે. હેલ્થ સેક્રેટરી એલેક્સ અજારે સોમવારે કહ્યું હતું કે ફાઈઝર કંપનીની વેક્સિનને ઝડપથી મંજૂરી મળી શકે છે. આ વિશે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને એફડીએ ઓફિસરો વચ્ચે વાતચીત ચાલી રહી છે. એફડીએ જ વેક્સિનને મંજૂરી આપશે. હાલ કંપની અને હેલ્થ ઓફિસરો વચ્ચે વાતચીત ચાલી રહી છે. ફાઈઝરનો દાવો છે કે તેમની વેક્સિન 94.1 ટકા ઈફેક્ટિવ છે.

અમેરિકામાં હોલિવૂડમાં વેક્સિન ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયરને ડોઝ આપતા હેલ્થ સ્ટાફ, અમેરિકન હેલ્થ સેક્રેટરીએ કહ્યું, ક્રિસમસ પહેલાં દેશમાં વેક્સિન કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવશે.
(અમેરિકામાં હોલિવૂડમાં વેક્સિન ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયરને ડોઝ આપતા હેલ્થ સ્ટાફ, અમેરિકન હેલ્થ સેક્રેટરીએ કહ્યું, ક્રિસમસ પહેલાં દેશમાં વેક્સિન કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવશે.)

 

ફ્રાન્સમાં 4 હજારથી વધારે કેસ

યુરોપીય દેશોમાં સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. ફ્રાન્સમાં સોમવારે કુલ 4,005 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 406 સંક્રમિતનાં મોત થયાં છે.

કોલબિંયા બોર્ડર નહીં ખોલે

કોલંબિયા સરકારે સોમવારે ફરી સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં સંક્રમણનું જોખમ ઓછું નથી થયું. દરેક સીમા 16 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવશે. સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે જે કડક પ્રતિબંધો લગાવ્યા હતા એનું અમને સારું પરિણામ મળી રહ્યું છે અને અમે નથી ઈચ્છતા કે આ મહેનત ખરાબ થાય. તેથી હાલ બોર્ડર ખોલવાનો નિર્ણય ટાળી દેવામાં આવ્યો છે. 16 જાન્યુઆરી પહેલાં બોર્ડર ખોલવામાં આવશે નહીં.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ

દેશ સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 13,919,870 274,332 8,222,879
ભારત 9,463,254 137,659 8,888,595
બ્રાઝિલ 6,336,278 173,165 5,601,804
રશિયા 2,295,654 39,895 1,778,704
ફ્રાન્સ 2,222,488 52,731 162,281
સ્પેન 1,664,945 45,069 આંકડા નથી
યુકે 1,629,657 58,448 આંકડા નથી
ઈટાલી 1,601,554 55,576 757,507
આર્જેન્ટિના 1,424,533 38,730 1,257,227
કોલંબિયા 1,316,806 36,766 1,210,489
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular