કોરોના અપડેટ વર્લ્ડ : 7 લાખ કરતા વધારે સંક્રમિત અને 33 હજાર 509 મોત; 24 કલાકમાં ઈટલીમાં 756 અને સ્પેનમાં 821 લોકોએ જીવ ગુમાવ્યા

0
6

બેઈજિંગ/ જેનેવા/ નવી દિલ્હીઃ દુનિયાભરના 195 દેશોમાં ફેલાઈ ચુકેલા કોરોના વાઈરસ(કોવિડ-19)નો કહેર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. આ વાઈરસથી અત્યાર સુધી 33 હજાર 509 લોકોના મોત થયા છે. સાત લાખ કરતા વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે. એક લાખ 51 હજારથી વધારે સ્વસ્થ થઈ ગયા છે. યૂરોપમાં ઈટલી અને ફ્રાન્સ સૌથી વધારે પ્રભાવિત છે. રવિવારે ઈટલીમાં 756 અને સ્પેનમાં 821 લોકોના મોત થયા છે.

અમેરિકાઃ અત્યાર સુધી 2484 લોકોના મોત 

અમેરિકામાં 24 કલાકમાં 518 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટરના જણાવ્યા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 2,484 લોકોના મોત થઈ ચુક્યા છે. સાથે જ એક લાખ 42 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે. અમેરિકામાં ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીંયા 24 કલાકમાં સંક્રમણના 7200 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 59 હજારથી વધારે થઈ ગઈ છે. જેમાં માત્ર ન્યૂયોર્ક સિટીમાં 33,768 કેસ છે.

અમેરિકામાં સોશ્યલ ડિસ્ટેસિંગનો નિયમ 30 એપ્રિલ સુધી લાગુઃ ટ્રમ્પ 

ટ્રમ્પે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 1લી જૂનથી અમેરિકામાં સ્થિતિ સુધરશે. તેમણે દાવો કર્યો છે કે મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન કોરોનાની સારવાર માટે કારગર સાબિત થઈ  રહી છે. સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્કમાં 1100 દર્દીઓને આ દવા આપવામાં આવી રહી છે. અમને આના સારા પરિણામ મળવાની આશા છે. સાથે જ અમેરિકાના સંક્રામક રોગ નિષ્ણાત એન્થની ફૌસીએ જણાવ્યું કે અમેરિકામાં સ્થિતિ વધું ખરાબ બની શકે છે. હાલ દેશમાં એકથી બે લાખ લોકોના મોત થઈ શકે છે. કોરોનાના વધતા કેસને ધ્યાનામાં રાખતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે, આગામી બે સપ્તાહમાં મોતનો આંકડો જોર પકડશે. સાથે જ કહ્યું કે, દેશમાં સોશ્યલ ડિસ્ટેસિંગનો નિયમ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે.

ચીનઃ સંક્રમણના 31 નવા કેસ 

ચીનના સ્વાસ્થ્ય અધિકારીએ સોમવારે જણાવ્યું કે, દેશમાં કોરોના વાઈરસના 31 નવા કેસની પુષ્ટી કરાઈ છે. જેમાંથી 30 દેશની બહારના લોકો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યું કે, રવિવારે હુબેઈ પ્રાંતમાં ચાર લોકોના મોત થયા છે. સાથે જ વુહાન શહેરમાં 8 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. ચીનમાં અત્યાર સુધી કોરોનાથી 3304 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યા  81470 પહોંચી ગઈ છે.

ઈટલીઃ લોકડાઉનનો સમયગાળો વધારી શકાય છે 
ઈટલીની નેશનલ સિવિલ પ્રોટેક્શન એજન્સીના જણાવ્યા પ્રમાણે, દેશમાં 24 કલાકમાં 756 લોકોના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 10,779 થઈ ગયો છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કેસ 97 હજાર કરતા વધી ગયા છે. કોરોના વાઈરસના વધતા કેસને ધ્યાનમાં રાખતા સરકાર દેશમાં લોકડાઉનની સમયમર્યાદા વધારી શકે છે. ઈટલીમાં 9 માર્ચથી 3 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here