કોરોના ઈમ્પેક્ટ : લોકડાઉનના કારણે કરિયાણા અને મોબાઈલ સ્ટોર્સ જેવી 7 લાખથી વધુ નાની દુકાનો બંધ થઇ જવાનો ભય

0
3

નવી દિલ્હી. લોકડાઉનને પગલે દેશભરમાં 7 લાખથી વધુ દુકાનો કાયમી ધોરણે બંધ થઈ શકે છે. આમાં આશરે 6 લાખ કરિયાણાની દુકાન અને 1 લાખની નજીક રિટેલ સ્માર્ટફોન વિક્રેતાઓ શામેલ છે. કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપનીઓ કહે છે કે હાલમાં મોટાભાગની દુકાનો રોકડના અભાવે બંધ છે અને દુકાન માલિકો ગામ પરત ફરી રહ્યા છે. કંપનીઓને ડર છે કે મોટાભાગના દુકાન માલિકો વતનમાંથી પાછા ફરશે નહીં અને આ દુકાનો ફરી ખુલશે નહીં. દેશમાં 12 કરોડ જેટલા નાના રિટેલ આઉટલેટ્સ છે. આ આઉટલેટ્સ કરિયાણા અને FMCG ઉત્પાદનો વેચે છે. લોકડાઉનથી મોટી સંખ્યામાં રિટેલ આઉટલેટ્સને અસર થઈ છે. મોટાભાગના સ્ટોર્સ શહેરોના આંતરિક ભાગમાં સ્થિત છે.

60% રિટેલ સ્માર્ટફોન શોપ્સ ખુલી નથી

મોબાઈલ હેન્ડસેટ ક્ષેત્રે પણ દુકાનો બંધ થવાની આ દહેશત જોવા મળી રહી છે. ઓલ ઈન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, રિટેલમાં સ્માર્ટફોન વેચતી 60% દુકાનો બિન આવશ્યક ચીજોના વેચાણની મંજુરી મળ્યા પછી પણ ખૂલી નથી. લગભગ 1.5 લાખ રિટેલરો એસોસિએશન સાથે સંકળાયેલા છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કહે છે કે, વિતરકો હાલમાં રોકડ વ્યવહાર કરે છે અને હવે તેઓ પહેલાની જેમ રિટેલર્સને 7થી 21 દિવસની ક્રેડિટ આપી રહ્યા નથી. ઉદ્યોગોને ડર છે કે આવી દુકાનો ઘટી જવાના કારણે બજારમાં રિકવરી મોડી થઈ શકે છે.

મોટી કરિયાણાની દુકાન પણ અસરગ્રસ્ત

પાર્લેના કેટેગરી હેડ બી.કૃષ્ણ કૃષ્ણા રાવના જણાવ્યા અનુસાર, પારલે ઉત્પાદનો વેચતી 58 લાખ જેટલી નાની દુકાનોમાંથી 10% એપ્રિલ અને મે મહિનામાં બંધ થઈ ગઈ છે. આ એવી દુકાન હતી જે ચા, પાન, ઘર અથવા રસ્તાની સાઈડમાં હતી. રાવના જણાવ્યા અનુસાર આ દુકાનો બંધ થવાને કારણે વિતરકોની પણ મોટી રકમ ડૂબી ગઈ છે. ઇટી સાથે વાત કરતાં રાવે કહ્યું કે આમાંથી મોટાભાગના આઉટલેટ્સ કાયમી ધોરણે બંધ થઈ શકે છે. હકીકતમાં, 42 લાખ મોતી કરિયાણાની દુકાનમાંથી 1-2% સ્ટોર્સ બંધ થઈ શકે છે. રાવના જણાવ્યા અનુસાર, મોટાભાગના દુકાનના માલિકો તેમના ગામ પરત ફર્યા છે અને આવી પરિસ્થિતિ 5-6 મહિના સુધી રહી શકે છે. આમાંથી કેટલાક સ્ટોર્સ ફરીથી ખુલશે પરંતુ આ નાના કરિયાણાની દુકાનો બંધ થવાથી કંપનીઓની પહોંચ પર અસર પડશે.

કોવિડ-19ને નિયંત્રિત કર્યા પછી વસ્તુઓ બદલાશે

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ભારત અને સાર્કના ચિફ એક્ઝીક્યુટીવ સુનિલ કટારિયા કહે છે કે, આ સ્ટોર બંધ થવા એ કામચલાઉ છે અને સંજોગો સુધારે નહિ ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેશ. કટારિયાના જણાવ્યા મુજબ, શહેરોમાં કોવિડ-19ના નિયંત્રણ જેવા કારણો પર આ સ્ટોર્સ ફરીથી ખોલવાનો આધાર છે. આ સલામતીની ભાવના પેદા કરશે અને દુકાનો ચલાવવા માટે કામદારો ઉપલબ્ધ થશે. તેવી જ રીતે, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના એમડી વરુણ બેરી કહે છે કે આમાંથી મોટાભાગના સ્ટોર્સ અસ્થાયી રૂપે બંધ છે. તે લોકડાઉન પૂરું થયા બાદ ફરીથી ખુલી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here