કોરોના વિશ્વમાં : ફ્રાન્સમાં એક દિવસમાં 7 હજારથી વધારે કેસ, મોસ્કોમાં મોતનો આંકડો વધ્યો; વિશ્વમાં 2.48 કરોડ કેસ

0
4

વિશ્વમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 48 લાખ 98 હજાર 959 કેસ નોંધાયા છે. જેમા 1 કરોડ 72 લાખ 90 હજાર 592 દર્દી સાજા થઈ ગયા છે. 8 લાખ 40 હજાર 661 લોકોના જીવ ગયા છે. આ આંકડાં www.worldometers.info/coronavirus મુજબ છે. ફ્રાન્સમાં સંક્રમણનો બીજો તબક્કો જોવા મળી રહ્યો છે. અહીં ગુરુવારે 7 હજાર 379 કેસ નોંધાયા છે. ફ્રાન્સ સરકારે સંક્રમણને રોકડા માટે કડક પગલા ભરાશે તેવી વાત કરી છે. એવું મનાઈ રહ્યું છે કે જે ક્ષેત્રમાં વધારે દર્દીઓ મળી રહ્યા છે ત્યાં ફરી લોકડાઉન લગાવી શકાય છે.

અમેરિકામાં કુલ કેસ 61 લાખની નજીક
અમેરિકામાં અત્યાર સુધીમાં 60 લાખ 97 હજાર કેસ નોંધાય ચૂક્યા છે. 1 લાખ 85 હજાર 969 લોકોના મોત થયા છે. હાલ અમેરિકામમાં 25 લાખ 35 હજાર એક્ટિવ કેસ છે.

મોસ્કો: મોતનો આંકડો વધ્યો
મોસ્કોને છોડીને રશિયાના બાકીના ભાગમાં ઘણા અંશે સંક્રમણ ઉપર કાબુ મેળવી લેવાયો છે. જોકે, મોસ્કોમાં સ્થિતિ સુધરી રહી નથી. મોસ્કોમાં ગુરુવારે 12 સંક્રમિતોના મોત થયા. પાંચ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સંક્રમણની ગતિને ધ્યાનમાં રાખીને એક હોસ્પિટલ તૈયાર કરાઈ રહી છે. તેની ક્ષમતા પાંચ હજારની હશે.

UAE: ફરી નવા કેસ નોંધાયા
IPL 2020 UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. પરંતુ આ પહેલા દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. શુક્રવારે અહીં 390 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસ 68 હજાર 901 થઈ ગયા છે. સરકારે એક બેઠક બોલાવી છે, માનવમાં આવી રહ્યું છે કે અમુક વિસ્તારમાં ફરી લોકડાઉન લાગુ થઈ શકે છે.

કેનેડા: ટ્રાવેલ બેન વધારાયો
કેનેડાએ બીજા દેશમાંથી આવનાર લોકો માટે નવો ટ્રાવેલ પ્લાન તૈયાર કર્યો છે. આ સાથે અમેરિકાથી આવનાર લોકો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધો છે. કેનેડામાં કુલ 1 લાખ 27 હજાર 358 કેસ નોંધાયા છે અને 9,108 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here