દેશમાં અત્યાર સુધીમાં 99 લાખથી વધુ દર્દીઓ સાજા થયા, 21 રાજ્યો અને UTમાં રિકવરી રેટ 96.1%

0
0

દેશમાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં રિકવરી રેટ રાષ્ટ્રીય દર કરતા વધારે છે. દેશમાં અત્યાર સુધીમાં 99 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ 96.1% સુધી પહોંચી ગયો છે. જ્યારે, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા 21 રાજ્યો અને UTમાં રિકવરી રેટ 96.1% કરતા પણ વધારે છે. અરુણાચલમાં તો 99.1% લોકો કોરોનાથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

રિકવરી રેટની બાબતમાં અરુણાચલ ઉપરાંત, આંધ્રપ્રદેશ, ઓડિશા, દાદર-નગર હવેલી, ત્રિપુરા અને આસામના 98%થી વધુ લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. જ્યારે, મેઘાલય અને અંદમાન અને નિકોબાર સહિત 12 રાજ્યો અને UTમાં 97% થી વધુ લોકો અને ગોવા, નાગાલેન્ડ, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશમાં 96.1% લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે.

24 કલાકની અંદર 19 હજાર નવા કેસ

છેલ્લા 24 કલાકની અંદર 19 હજાર 378 નવા કેસ મળી આવ્યા છે. 22 હજાર 938 લોકો સાજા થયા અને 225 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 1.03 કરોડ લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 99.04 લાખ લોકો સાજા થયા છે. જ્યારે, અત્યાર સુધીમાં 1.49 લાખ લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

એક્ટિવ કેસ 6 મહિનામાં સૌથી ઓછા

આ દરમિયાન, એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 2.50 લાખથી નીંચે આવી ગઈ છે. દેશમાં હવે 2 લાખ 48 હજાર 882 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આવું 4 જુલાઈ એટલે કે 6 મહિના બાદ થયું છે. 4 જુલાઇએ દેશમાં 2 લાખ 45 હજાર એક્ટિવ કેસ હતા.

કોરોના અપડેટ્સ…

UK માટે ફરીથી ફ્લાઇટ્સ 8 જાન્યુઆરીથી શરૂ થઈ જશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે 23 જાન્યુઆરી સુધીમાં અઠવાડિયામાં ફક્ત 15 ફ્લાઇટ્સ જ ચાલશે. આ ફ્લાઇટ્સ દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને હૈદરાબાદથી હશે. UKમાં કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ 23 ડિસેમ્બરથી ફ્લાઇટ્સ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત 29 લોકોમાં બ્રિટનમાં મળેલો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. નિષ્ણાતો તેને પહેલાના કોરોના વાયરસ કરતા 70% વધુ સંક્રમણ ફેલાવનારો જણાવી રહ્યા છે.

રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમ સંકુલ 5 જાન્યુઆરીથી ફરી ખુલશે. કોવિડ -19 ને કારણે તે 13 માર્ચે બંધ કરાયું હતું. આ માટે રાષ્ટ્રપતિ ભવને આદેશો જાહેર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here