કોરોના ઈન્ડિયા : 24 કલાકમાં રેકોર્ડ 54 હજારથી વધુ દર્દી વધ્યા, 37 હજાર લોકો સ્વસ્થ થયા, 783એ જીવ ગુમાવ્યો, દેશમાં 16.39 લાખ કેસ

0
0

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 16 લાખ 39 હજાર 350 થઈ ગઈ છે. ગુરુવારે રેકોર્ડ 54 હજાર 750 દર્દી વધ્યા. સાથે જ 37 હજાર 425 દર્દી સાજા પણ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 783 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

તો આ તરફ કોરોના સંક્રમણના કારણે મોતના કેસમાં ભારત હવે ઈટલીને પણ પાછળ છોડીને પાંચમા નંબરે પહોંચી ગયું છે. વેબસાઈટ worldometers પ્રમાણે, શુક્રવાર સવાર સુધી ભારતમાં કોરોનાથી 35 હજાર 786 લોકોના મોત થયા છે. કોરોનાથી મોતના કેસમાં સૌથી આગળ અમેરિકા(1 લાખ 54 હજાર 963), બ્રાઝિલ(91 હજાર 263), બ્રિટન(45 હજાર 999) અને પછી મેક્સિકો(45 હજાર 361) છે. ઈટલીમાં 35 હજાર 132 લોકોના મોત થયા છે.

રાહતની વાત એ છે કે તેમાંથી 10 લાખ 59 હજાર 93 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 37 હજાર 425 દર્દીઓ હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ થયા. આ પહેલા 25 જુલાઇએ સૌથી વધુ 37 હજાર 125 લોકો સ્વસ્થ થયા હતાં. ગુરૂવારે 783 લોકોના મોત થયા. જેની સાથે જ દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 35 હજાર 786 થઇ છે. પુના હવે દેશનું ચોથું એવું શહેર બન્યું છે જ્યાં 2 હજારથી વધુના મોત થયા હોય. પુનામાં અત્યાર સુધીમાં 2028 લોકોના મોત થયા છે. આ પહેલા મુંબઇ, થાણે અને ચેન્નઇમાં 2 હજારથી વધુ કોરોના સંક્રમિતોના મોત થયા હતાં. બેંગાલુરૂમાં મોતનો આંકડો 1009 થયો છે.

131 લોકોએ 50 લાખના વીમાની રકમનો દાવો કર્યો

  • દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા 131 લોકોના પરિવારજનોએ 50 લાખ રૂપિયાના વીમા માટે દાવો કર્યો છે. 20ને તો વીમો મળી પણ ગયો છે.
  • દિલ્હીમાં કોરોના ટેસ્ટ 10 લાખને પાર થઈ ગયા છે. ત્યાં અત્યાર સુધીમાં 1.34 લાખ દર્દી મળ્યાં છે.
  • કેરળના સીએમ પી. વિજયને લોકોને ઇદની નમાજ મસ્જિદમાં અદા કરવા મંજૂરી આપી છે. જો કે તેમાં થોડા લોકો જ ભાગ લેશે.
  • કોલકાતા એરપોર્ટ પર અમદાવાદ, દિલ્હી, મુંબઈ, પૂણે, ચેન્નાઈ, નાગપુરથી આવનારી ફ્લાઈટ પરનો પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવ્યો છે.

અપડેટ્સ

  • મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, રાજ્યમાં હાલ ઈનડોર જિમ અને ફિટનેસ સેન્ટર્સ ખોલવાની મંજૂરી નહીં હોય. 5 ઓગસ્ટથી માત્ર એવા જિમ ખોલવામાં આવશે જે ખુલ્લી જગ્યાઓમાં હોય. અહીંયા આવતા લોકો માટે સોશિયલ ડિસટન્સીંગનું પાલન કરવું જરૂરી હશે.
  • કોલકાતા એરપોર્ટે કહ્યું કે, રાજ્યમાં લગાડવામાં આવેલા લોકડાઉનને જોતા 17,23,24 અને 31 ઓગસ્ટે કોલકાતા એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ કેન્સલ રહેશે. રાજ્યમાં અત્યાર સુધી 65 હજારથી વધુ કેસ આવ્યા છે.
  • સાથે જ મહારાષ્ટ્રમાં 31 અને ત્રિપુરામાં 4 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. ત્રિપુરાના CM બિુપ્લવ કુમાર દેવે બુધવારે જણાવ્યું કે, 1200 હેલ્થ વર્કર્સ દ્વારા એક જરૂરી હેલ્થ સર્વે કરવાનો છે. જેને પુરો કરવા માટે રાજ્યમાં લોકડાઉન વધારાઈ રહ્યું છે.
  • તેલંગાણામાં ગુરુવારે 1,811 કેસ સામે આવ્યા અને 13 લોકોના મોત થયા હતા. હવે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 60 હજાર 717 થઈ ગઈ છે. ગુરુવારે 821 લોકો સાજા થયા છે. હાલ અહીંયા 15 હજાર 640 એક્ટિવ કેસ છે.
  • કિર્ગિસ્તાનના બિશ્કેકથી 145 ભારતીય વિદ્યાર્થીઓ સાથે એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે ઈન્દોર પહોંચ્યું છે. આ વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા હતા. નોડલ અધિકારી ડો. અમિત માલાકરે જણાવ્યું કે, તમામને સાત દિવસ સુધી ક્વોરન્ટિનમાં રાખવામાં આવશે.

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃ રાજ્યમાં જૂનની સરખામણીમાં જુલાઈમાં સંક્રમણની ગતિ ત્રણ ગણી વધુ થઈ ગઈ છે. રાજ્યમાં 1 જૂનથી 30 જૂન વચ્ચે કોરોનાના 5592 પોઝિટિવ દર્દી મળ્યા હતા. જ્યારે જુલાઈમાં 30 દિવસમાં કોરોનાના 17315 દર્દી મળ્યા છે. આ તો ગત મહિનાની સરખામણીમાં ત્રણ ગણા કરતા વધુ છે.

ભોપાલમાં આ દરમિયાન અઢી ગણા દર્દી વધ્યા છે. 30 જૂન સુધી અહીંયા 3029 દર્દી હતા, જેમાંથી 1432 દર્દી માત્ર જૂન મહિનામાં મળ્યા હતા. જ્યારે જુલાઈમાં 3587 પોઝિટિવ મળ્યા છે.

રાજ્ય સરકારે 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાના આદેશ આપ્યા છે. સાથે જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કોરોના સંકટના કારણે પ્રાઈવેટ શાળા વિદ્યાર્થીઓ પાસેથી ટ્યૂશન ફી સિવાય અન્ય કોઈ ફી નહીં લે. શિક્ષણ વિભાગ ખાતરી આપશે કે જો માતા પિતા ફી ભરવા માટે સક્ષમ નથી, તો તેમના બાળકનું નામ કોઈ પણ સ્થિતિમાં શાળામાંથી હટાવાશે નહીં.

મહારાષ્ટ્રઃ સરકારે રાજ્યમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારી દીધું છે. તો આ તરફ ગુરુવારે રાજ્યમાં રેકોર્ડ 11 હજાર 147 લોકો પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જ હવે સંક્રમિતોનો આંકડો 4 લાખ 11 હજાર 798 થઈ ગયો છે.

રાજસ્થાનઃ રાજ્યમાં 1લી સપ્ટેમ્બરથી તમામ ધાર્મિક સ્થળ સામાન્ય લોકો માટે ખુલ્લા રહેશે. સરકારે તેમને કહ્યું છે કે હવેથી સોશિયલ ડિસટન્સીંગ અને હેલ્થ પ્રોટોકોલ સાથે ધાર્મિક સ્થળો ખોલવા માટેની તૈયારી શરૂ કરી દો.
એક મહિનામાં રાજ્યમાં સૌથી વધુ 3898 નવા દર્દી જોધપુરમાં આવ્યા. 30 જૂને જોધપુરમાં 2793 દર્દી હતા જે હવે 6691 થઈ ગયા છે. છેલ્લા એક મહિનામાં અલવરમાં 3283 દર્દી વધ્યા, જે એક મહિનામાં દર્દીઓમાં 625%નો વધારો છે. 30 જૂને અલવરમાં કુલ સંક્રમિત 252 હતા જે હવે 3807 થઈ ગયા છે. જયપુરમાં એક મહિના પહેલા 3318 દર્દી હતા જે હવે 5255 થઈ ગયા છે. કુલ 1937નો વધારો.

બિહારઃ રાજ્યમાં ગુરુવારે કોરોના સેમ્પલ તપાસની સંખ્યા 20 હજારને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી એક દિવસમાં રેકોર્ડ 20801 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. બુધવારની તુલનામાં તપાસની સંખ્યામાં ત્રણ હજારનો વધારો થયો છે.બુધવારે કુલ 17794 સેમ્પલની તપાસ થઈ હતી.

રાજ્યમાં 30 જૂન સુધી કુલ 2 લાખ 20 હજાર 890 કોરોના ટેસ્ટ કરાયા હતા, જ્યારે જુલાઈ મહિનામાં ગુરુવાર સુધી કુલ 3 લાખ 4 હજાર 540 ટેસ્ટ કરાયા છે. આંકડાઓ પ્રમાણે, રાજ્યમાં અત્યાર સુધી થયેલા કુલ ટેસ્ટ પાંચ લાખ 25 હજાર 430ના 58% ભાગ, એટલે ટેસ્ટ જુલાઈ મહિનામાં થયો હતો.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં ગત મહિને 24 કલાક દરમિયાન કોરોના વાઈરસના 3705 નવા કેસ સામે આવ્યા છે. નવા દર્દીઓના વધવાની આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. રાજ્યમાં હવે 32,649 એક્ટિવ કેસ છે. જ્યારે 46,803 લોકો સાજા થઈને ઘરે જઈ ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here