વડોદરા : કોરોનાથી વધુ એક દર્દીનું મોત, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1152 ઉપર પહોંચી, કુલ 701 દર્દી સાજા થયા

0
0

વડોદરા. વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલી અક્ષતા સોસાયટીમાં રહેતા 69 વર્ષિય ભારતીબહેન વિઠ્ઠલદાસ શેઠનું કોરોના વાઈરસથી મોત નીપજ્યું છે. તેઓની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને વેન્ટીલેટર ઉપર રખાયા હતા. દરમિયાન તેઓનું વહેલી સવારે મોત નીપજ્યું હતું. કોવિડ-19ના પ્રોટોકોલ મુજબ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વડોદરામાં કોરોનાના કુલ સંખ્યાની સંખ્યા 1152 ઉપર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના દર્દીની 1152 ઉપર પહોંચી ગઇ છે. સત્તાવાર મૃત્યુઆંક 45 થયો છે. અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંક 701 ઉપર પહોંચી ગયો છે. અત્યારે 406 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 33 ઓક્સિજન ઉપર અને 17 વેન્ટીલેટર પર છે. જ્યારે 356 દર્દી સ્ટેબલ છે.

140 સેમ્પલમાંથી 34 દર્દીના રિપોર્ટ પોઝિટિવ, 106 નેગેટિવ આવ્યા

વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે લેવાયેલા 140 સેમ્પલમાંથી 34 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 106 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે બુધવારે નોંધાયેલા કેસોમાં વડોદરા શહેરના બરાનપુરા, વાઘોડિયા રોડ, મદનઝાપા, હરણી રોડ, આજવા રોડ, શિયાબાગ, દાંડિયા બજાર, માંડવી, અકોટા, ગોરવા પથ્થરગેટ, ગેંડીગેટ, યાકુતપુરા, ઓ.પી.રોડ અને વારસીયા વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે એક કેસ ડેસરમાં નોંધાયો છે અને એક કેસ સુરતથી આવેલા વ્યક્તિમાં મળી આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here