વિશ્વ ગ્રાહક દિવસ : 30 વર્ષમાં ગ્રાહક સુરક્ષા અંગેની અઢી લાખથી વધુ ફરિયાદો મળી

0
19

અમદાવાદઃ 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે ગ્રાહક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિએ છેલ્લા 30 વર્ષમાં 2 લાખ 25 હજાર કરતા વધુ ફરિયાદોનો નિકાલ લાવી આપ્યો છે. હજારો ગ્રાહકોને લાખો રૂપિયાનું વળતર આપાવ્યુ છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે અનેક ગ્રાહકોને તેમની સાથે થયેલી છેતરપિંડી સામે પુરતુ વળતર અપાવ્યુ છે. અત્યાર સુધી ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 60 હજારથી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે, જેમાંથી 55.397 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે 6272 ફરિયાદ અને અપીલ હાલ પેન્ડિંગ છે.

મા કાર્ડ છતાં 16 હજાર લાવવા કહેવાયું હતું
અમદાવાદના નરોડામાં રહેતા 71 વર્ષના વૃદ્ધને પ્રોસ્ટેટની તકલીફને લીધે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મા કાર્ડ હોવા છતા તબીબે તેમની પાસે 16 હજારનું ઇન્જેકશન લઇ આવવા કહ્યું હતું. તેની સામે વૃદ્ધે ગ્રાહક સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખને ફરિયાદ કરી હતી. તેમણે તબીબને આ અંગે ગ્રાહકના અધિકાર વિશે સમજાવતા તબીબે તમામ રકમ મા કાર્ડ હેઠળ માફ આપી હતી.

ઓછું તેલ આપનારે 25 હજાર ચૂકવ્યા
જાણીતી તેલની બ્રાન્ડના 15 લીટરના ડબ્બામાં 600 ગ્રામ ઓછુ તેલ આપવામાં આવતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. આ અંગે વેપારી સામે ગ્રાહક સુરક્ષા હેઠળ ફરિયાદ દાખલ કરાઇ હતી. ગ્રાહક કોર્ટે વેપારી પાસે દંડ અને વળતરની રકમ પેટે 25 હજાર ચુકવવા માટે આદેશ કર્યો હતો.

બિલ્ડરો, વીમા કંપની સામે વધુ ફરિયાદ
થોડા વર્ષોથી વીમા કંપનીઓ અને બિલ્ડરો સામે ગ્રાહકોની ફરિયાદ વધી છે. સુપ્રીમટની માર્ગદર્શિકા મુજબ ફરિયાદ દાખલના 45 દિવસમાં જવાબ આપવાની મુદત છતા 3 વર્ષ સુધી જવાબ આપતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here