મોર્નિંગ મંત્ર : રોજ સવારે પીઓ આ જ્યૂસનો 1 ગ્લાસ, ફટાફટ ઉતરશે તમારું વજન

0
56

લોકો જીવનમાં પોતાના શરીરને સંપૂર્ણ પણે ફિટ રાખવાનો પ્રયત્ન કરે છે. બદલાતી લાઈફ સ્ટાઈલ અને દોડભાગ છતાં બેઠાડું જીવનને લીઘે વજન વધવાની સમસ્યા લગભગ બધાને સતાવી રહી છે. જો તમે વજન ઘટાડવાના પ્રયત્નોમાં નિષ્ફળ જતાં હોવ તો આ નુસખો તમને જરૂર સફળતા અપાવશે, બીટનો જ્યૂસ વજન ઘટાડવાનો સૌથી અક્સીર ઇલાજ છે.

  • બીટનો જ્યૂસ વજન ઉતારવામાં કરશે મદદ
  • બીટનું મેગ્નેશિયમ વજન ઘટાડે છે
  • બીટના જ્યૂસમાં કેલેરી ઓછી અને વિટામીન્સ વધારે હોય છે

બીટમાંથી મળે છે આ વિટામીન્સ

વિટામિન સી, ફાઈબર, નાઈટ્રેટસ, બેટાટિન જેવા પોષક તત્વો બેલીફેટને ઘટાડે છે. તેમજ લો બીપી, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે. તમે બીટને બાફીને કે શેકીને પણ ખાઈ શકો છે. જો કે બીટને રાંધીને ખાવાથી તેમાં રહેલા પોષકતત્વો ઓછાં થઇ જાય છે. બીટના જ્યૂસમાં કેલરી બહુ ઓછી હોય છે પરંતુ અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોવાથી તેના સેવનથી એનર્જી મળે છે.

બીટનું મેગ્નેશિયમ વજન ઘટાડવામાં કરે છે મદદ

બીટના જ્યૂસમાં મોટેભાગે ગાજર, સફરજન અને લીંબુ વગેરેનું મિશ્રણ હોય છે. મેગ્નેશિયમ નામના ખનીજમાં વજન ઘટાડવાની સારી ક્ષમતા હોય છે. જ્યારે આ તત્વ બીટમાં પ્રચુર પ્રમાણમાં હોવાથી તમારા માટે લાભદાયી બની શકે છે. આ જ્યૂસ ઘટાડશે વજન ઘણાં લોકો બીટને અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને ખાવાનું પસંદ કરે છે. બીટના જ્યૂસમાં મોટેભાગે ગાજર, સફરજન અને લીંબુ વગેરેનું મિશ્રણ હોય છે. જો કે વજન ઘટાડવા માટે બીટ અને લીંબુનો રસ અક્સીર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here