Home જૂનાગઢ સુપ્રસિધ્ધ કથાકાર મોરારી બાપુ વિરુધ્ધ વંથલીમાં અપાયુ આવેદન પત્ર..

સુપ્રસિધ્ધ કથાકાર મોરારી બાપુ વિરુધ્ધ વંથલીમાં અપાયુ આવેદન પત્ર..

0
3

જૂનાગઢ તા સુપ્રસિદ્ધ કથાકાર અને ભગવાન શ્રી રામની રામકથાના કારણે લોકોના હૈયે વસેલા મોરારીબાપુ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી વિશે કરેલી અયોગ્ય ટિપ્પણી સામે આહિર સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે ત્યારે વંથલી તાલુકા આહીર સમાજ દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રામ કથાકાર મોરારીબાપુ સામે કાર્યવાહી કરવા અને મોરારીબાપુ દ્વારિકા નાથના ચરણોમાં શીશ ઝુકાવીને માફી માગે તેવી માગણી આહીર સમાજ કરી છે.

મોરારી બાપુ ભગવાન શ્રીકૃષ્ણને દારૂડિયા અને બલરામજીને જુગારી કહ્યા હતા આ વિવાદ લાંબો ચાલ્યા પછી આહીર સમાજ મોરારીબાપુ સામે કાનૂની કાર્યવાહી કરી છે સનાતન ધર્મના પહેલી હોવાનો દાવો કરીને ધર્મની સ્થાપના અને ધર્મનું રક્ષણ કરનારા ભગવાન શ્રીકૃષ્ણ સામે કરેલી ટિપ્પણીને આહીર સમાજ સાંખી લેવા તૈયાર નથી અને આ મામલે આગામી દિવસોમાં ખૂબ મોટા ભાઈ લડાઈ શરૂ કરવામાં આવે તેવી ચીમકી પણ આપી હતી.

કોઈનું દિલ દુભાય તે પહેલાં હું સમાધિ લેવાનું પસંદ કરીશઃ મોરારી બાપુ

પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. આ એક વર્ષ જૂના આ વીડિયોને લઈને હવે દેશભરમાં મોટી બબાલ મચી છે. મોરારિ બાપુ સામે આંદોલનનું બ્યૂગલ ફૂંકાયું છે. કૃષ્ણ ભગવાન એક વિવાદિત ટિપ્પણી કરતા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને મોરારિ બાપુએ ફરી એક વાર માફી માગતા સમયે ભાવુક થયા હતા.

તેમણે રડતા રડતા કહ્યું હતું કે દુનિયામાં કોઈનુ દિલ દુભાય તે પહેલા હું સમાધિ લેવાનું પસંદ કરીશ. મારા નિવેદનથી કોઈ પણને દુઃખ થયુ હોય તો માફી માગુ છું. કોઈપણ સ્થિતિને હું પ્રભુનો કૃપા પ્રસાદ સમજુ છું. હું એ નથી ઈચ્છતો કે સમાજમાં વિવાદ થાય.

Live Scores Powered by Cn24news