Friday, March 29, 2024
Homeકોરોના વર્લ્ડ : અમેરિકામાં મૃત્યુઆંક 50 હજારને પાર : અહીં 24 કલાકમાં...
Array

કોરોના વર્લ્ડ : અમેરિકામાં મૃત્યુઆંક 50 હજારને પાર : અહીં 24 કલાકમાં 3071 લોકોના મોત, 25 હજારથી વધારે નવા કેસ નોંધાયા

- Advertisement -

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોનાના 27.26 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1.91 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 7.46 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

કોરોના સંક્રમણથી અમેરિકાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અહીં મૃત્યુઆંક 50 હજારને પાર કરી ચૂક્યો છે. અમેરિકામાં કુલ 8 લાખ 86 હજાર 709 પોઝિટિવ કેસ નોંધાયા છે. 50 હજાર 243 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 3071 લોકોના મોત, 25 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે.

ટ્રમ્પે કહ્યું- 23 રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 23 રાજ્યમાં કોરોના વાઈરસના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારે તેઓ અમેરિકાના ગવર્નરો સાથે વાત કરશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે કહ્યું કે 16 રાજ્યોમાં આર્થિક વ્યવહારો ખોલવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. દેશમાં 50 લાખ ટેસ્ટ કરાયા છે. પેન્સિલ્વેનિયા રાજ્યમાં 8 મેના રોજ આર્થિક વ્યવહારો ખોલવામાં આવશે. યુએસ સેક્રેટરીએ આરોપ લગાવ્યો છે કે ચીનને આ વાઈરસ વિશે નવેમ્બરમાં જાણ થઈ ગઈ હતી.

વ્હાઈટ હાઉસના ડેઈલી બ્રીફિંગમાં ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે અમે વેક્સીન બનાવવાની નજીક છીએ. અમારી પાસે આ કામ કરનાર ખુબજ કમાલના અને સારી બુદ્ધિવાળા લોકો છે.

બ્રાઝીલમાં કોરોનાના કેસ 50 હજાર

બ્રાઝીલમાં કોરોના સંક્રમણના કેસ 50 હજાર 36 નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 3735 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં અહીં 407 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યાર સુધીમા 3,331 લોકોએ જીવ ગુમાવ્યા છે.

મહામારી સમયે માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ: ગુટેરસ

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ. કોરોના મહામારી સ્વાસ્થ્ય સંકટ સાથે આર્થિક, સામાજિક અને માનવતા માટે પણ સંકટ છે. જે ઝડપથી માનવ અધિકારો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.

કોરોનાની આજે કયા દેશમાં શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 886,709 50,243
સ્પેન 213,024 22,157
ઈટાલી 189,973 25,549
ફ્રાન્સ 158,183 21,856
જર્મની 153,129 5,575
બ્રિટન 138,078 18,738
તુર્કી 101,790 2,491
ઈરાન 87,026 5,481
ચીન 82,804 4,632
રશિયા 62,773 555
બ્રાઝીલ 50,036 3,331
બેલ્જિયમ 42,797 6,490
કેનેડા 42,110 2,147
નેધરલેન્ડ 35,729 4,177
સ્વિત્ઝરલેન્ડ 28,496 1,549
ભારત 23,502 722
પોર્ટુગલ 22,353 820
પેરુ 20,914 572
આયરલેન્ડ 17,607 794
સ્વીડન 16,755 2,021
ઓસ્ટ્રિયા 15,002 522
ઈઝરાયલ 14,803 192
સાઉદી અરેબીયા 13,930 121
જાપાન 12,368 328

 

અપડેટ્સ

  • ચીનમાં કોરોનાના છ નવા કેસ નોંધાયા.
  • દક્ષિણ કોરિયામાં પોઝિટિવ કેસની સંખ્યા 10 708 થઈ છે.
  • ફિલિપાઈન્સમાં 15 મે સુધી લોકડાઉન લંબાવાયું. અહીં 6,981 કેસ છે અને 462 લોકોએ જીવ ગુમાવ્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular