વર્લ્ડ કોરોના : અમેરિકામાં મૃત્યુઆંક એક લાખને પાર, જર્મનીમાં સોશિયલ ડિસ્ટેંસિંગને 29 જૂન સુધી લંબાવાયું

0
0

ન્યૂયોર્ક. વિશ્વભર અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 56,85 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.52 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 24.31 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.જર્મનીમાં સોશિયલ ડિસ્ટેંસિંગને 29 જૂન સુધી લંબાવાયું છે.

અમેરિકામાં મૃત્યુઆંક એક લાખને પાર

અમેરિકામાં અત્યાર સુધીમાં 17.25 લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમાં એક લાખ 572 લોકોએ જીવ ગુમાવ્યા છે. 4.80 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 700ના મોત થયા છે અને 19 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે.

બ્રાઝીલમાં 24 હજાર 593 લોકોના મોત

બ્રાઝીલની સ્થિતિ ખરાબ થઈ રહી છે. અહીં 3.95 લાખ કેસ નોંધાય ચૂક્યા છે અને 24 હજાર 593 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ફ્રાન્સમાં 28 હજાર 530ના મોત

યુરોપના દેશ ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 28 હજાર 530 લોકોના મોત થયા છે.અહીં દૈનિક મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. અહીં 1 લાખ 82 હજાર 722 કેસ નોંધાયા છે.

ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા પેન્સની પ્રેસ સચિવ કામ ઉપર પરત ફરી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે જણાવ્યું હતું કે તેમની પ્રેસ સચિવે જણાવ્યું હતું કે તેમની પ્રેસ સચિવ કેટી મિલર કામ પર પરત ફરી છે. તે બે સપ્તાહથી વધારે સમય ક્વોરન્ટિન હતી. વ્હાઈટ હાઉસે 8 મેના રોજ તે કોરોના પોઝિટિવ હોવાની વાત કહી હતી. મિલરે ટ્વિટ કરી કહ્યું હતું કે મારા ત્રણ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

બ્રિટનમાં 37 હજારથી વધારે લોકોના મોત

બ્રિટનમાં 24 કલાકમાં 134 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં મૃત્યુઆંક 37 હજાર 48 થયો છે. અહીં 2.65 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 17,25,275 1,00,572
બ્રાઝીલ 394,507 24,593
રશિયા 362,342 3,807
સ્પેન 283,339 27,117
બ્રિટન 265,227 37,048
ઈટાલી 230,555 32,955
ફ્રાન્સ 182,722 28,530
જર્મની 181,288 8,498
તુર્કી 158,762 4,397
ભારત 150,793 4,344
ઈરાન 139,511 7,508
પેરુ 129,751 3,788
કેનેડા 86,647 6,639
ચીન 82,993 4,634
ચીલી 77,961 806
સાઉદી અરબ 76,726 411
મેક્સિકો 74,560 8,134
પાકિસ્તાન 57,705 1,197
બેલ્જિયમ 57,455 9,334
કતાર 47,207 28
નેધરલેન્ડ 45,578 5,856
બેલારુસ 38,059 208
બાંગ્લાદેશ 36,751 522
સ્વીડન 34,440 4,125

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here