ગુજરાતમાં જનતા કર્ફ્યુના બે સ્વરૂપ, મોટાભાગના નાગરીકો ઘરમાં જ રહ્યા, કેટલાક કર્ફ્યુ જોવા નીકળ્યા

0
21

અમદવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસને ભારતમાં ફેલાતો અટકાવાવા માટે કેટલાક સૂચન કર્યા છે. સાથે જ 22 માર્ચ એટલે કે રવિવારે જનતા કર્ફ્યુ રાખવા પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો. જેથી સોશિયલ ગેધરિંગ(સામાજીક મેળાવડા) ન થાય અને વાઈરસગ્રસ્ત લોકોના સંપર્કમાં કોઇ આવે નહીં. જેથી આ જીવલેણ વાઈરસને ભારતમાં ફેલાતો અટકાવી શકાય. વડાપ્રધાન તરફથી જનતા કર્ફ્યુનું કહેવામાં આવતા રવિવારે ગુજરાતના દરેક ખૂણે નાગરિકોએ સ્વયંભૂ જનતા કર્ફ્યુ પાળ્યો છે. મોટી મોટી બજારો અને વ્યપારી સંધો દ્વારા પણ આ કર્ફ્યુને સમર્થન આપવામાં આવ્યું છે. મોટાભાગના નાગરિકો આ ફેલાતા વાઈરસની ગંભીરતાને સમજીને કર્ફ્યુને પ્રચંડ સમર્થન આપી રહ્યાં છે. પરંતુ તેમાં કેટલાક એવા નાગરિકો પણ છે જે આ વાઇરસની ગંભીરતા સમજી રહ્યા નથી અને કર્ફ્યુ દરમિયાન બહાર ફરવા માટે નીકળી રહ્યાં છે. રાજકોટ અને અમદાવાદમાં પણ આવા ઘણા લોકો જોવા મળ્યા છે, જેમને સમજાવીને પોલીસ ઘરે પરત મોકલી રહી છે.

મોટાભાગના નાગરીકોનું જનતા કર્ફ્યુને પ્રચંડ સમર્થન

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિતના ગુજરાતના મોટા શહેરો ઉપરાંત નાના શહેરો અને ગામડાઓમાં કોરોનાના દહેશતને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે(22 માર્ચ) જાહેર કરલા જનતા કર્ફ્યુને પ્રચંડ સમર્થન નાગરિકો તરફથી આપવામાં આવ્યું છે. જનતા સ્વયંભૂ આ ગંભીર વાઈરસના કહેરને સમજી રહ્યા છે અને વહેલી સવારે જરૂરરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર નિકળ્યા બાદ તુંરત જ પોતાના ઘરે પરત ફર્યા હતા અને સવારના 7 વાગ્યાથી ઘરમાં જ રહ્યા છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યાં છે. જેથી આ વાઈરસ ફેલાતો અટકાવવામાં મહદઅંશે સફળતા મળે.

કોરોનાની ગંભીરતાને અવગણી બહરા ફરવા નીકળ્યા

એક તરફ જ્યાં કોરોનાની ગંભીરતાને સમજીને મોટાભાગના નાગરિકો ઘર પર જ રહ્યાં છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં ઘણા લોકો એવા પણ છે જે આ જીવલેણ વાઇરસના ફેલાવાની ગંભીરતાને સમજી રહ્યાં નથી અને વડાપ્રધાન અને રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાતને અવગણી રહ્યાં છે. આવા લોકો બેદરકારી દાખવીને બહાર કર્ફ્યુનો માહોલ જોવા નીકળી રહ્યાં છે. જોકે અનેક સ્થળે હાજર પોલીસ આવા લોકોને મહામહેનતે સમજાવી રહી છે અને ઘરે પરત ફરવા જણાવી રહી છે. આવી સ્થિતિમાં ક્યારેક પોલીસકર્મીઓને નાછૂટકે કઠોર પણ બનવું પડે છે. જોકે એક સમજદાર નાગરિક બનીને આપણું એ કર્તવ્ય પણ છેકે આપણે આ જીવલેણ વાઇરસની ગંભીરતાને સમજીએ અને કર્ફ્યુ દરમિયાન બહાર નીકળવાનું અને સોશિયલ ગેધરિંગ કરવાનું ટાળીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here