મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને કોરોના પોઝિટિવ..! કરાચીમાં ચાલી રહી છે સારવાર

0
0

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ અને તેની પત્નીને કોરોના પોઝિટિવ : કરાચીની એક મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ..

મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું બચવું હવે મુશ્કેલ છે. દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્ની મહજાબીનન કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના કરાચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ ઇમરાન સરકાર ઇન્કાર કરી રહી છે. રિપોર્ટ મુજબ દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ , પાકિસ્તાનમાં ઘણા સમયથી દાઉદ ઈબ્રાહિમ પોતાના પરિવારની સાથે છુપાઈને રહે છે. ભારતે અનેકવાર આ વાતના મજબૂત પુરાવા પણ આપ્યા છે કે દાઉદ પાકિસ્તાનમાં છે. તેમ છતાંય પાકિસ્તાન આ વાત સ્વીકારવા તૈયાર જ નથી.

ત્યારે હાલ મીડિયા રિપોર્ટ મુજબ, કોરોના વાયરસનું સંક્રમણ હવે દાઉદ ઇબ્રાહિમના ઘર સુધી પહોંચી ગયું છે. દાઉદ અને તેની પતની મહજબીનમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. દાઉદ અને પત્નીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના ઘરમાં કામ કરનારા તમામ કર્મચારીઓને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરના 85264 પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાં 1770 લોકોના મોત થયા છે. જ્યારે 30128 લોકો સાજા થયા છે. જ્યારે હજુ પણ 53366 લોકોમાં કોરોના એક્ટિવ છે.

ભારત દ્વારા દાઉદના સંબંધમાં અનેક માહિતી પાકિસ્તાનને આપી દેવામાં આવી છે. જેમાં દાઉદના બિઝનેસ સેન્ટરો, ગુપ્ત સ્થળો, પાસપોર્ટ અને તેના ગેંગના સભ્યોની માહિતીનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૯૩માં મુંબઇમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના સંબંધમાં દાઉદની સામે અનેક કેસ રહેલા છે. અનેક અપરાધમાં દાઉદની શોધ કરવામાં આવી રહી છે. તે મોસ્ટ વોન્ટેડ પણ છે. આ બોમ્બ બ્લાસ્ટમાં સેંકડો લોકોના મોત થયા હતા. તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

દાઉદ વર્ષ ૧૯૮૬માં ભારતથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ તે પાકિસ્તાન અને દુબઇમાં બેસીને  પોતાના કારોબારને ચલાવતો રહ્યો છે. દાઉદે બનાવટી નામથી ભારત, દુબઇ અને પાકિસ્તાનના પાસપોર્ટ મેળવી લીધા છે. તેની પાસે અન્ય પાસપોર્ટ પણ છે. દાઉદ ગેંગ હવાલા પર પણ કન્ટ્રોલ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here