મોટેરા સ્ટેડિયમ : 11 લોકોનું એક ગ્રુપ કેસરી સાફા પહેરીને ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા મેચ જોવા પહોચ્યું

0
15

મોટેરા સ્ટેડિયમ ખાતે ઇન્ડીયા અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે, ત્યારે આજે બીજા દિવસે પણ ક્રિકેટ રસિયાઓ મેચ જોવા મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ત્યારે અનેક લોકો અલગ અલગ પોષક અને વેશ ધારણ કરીને સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. કેટલાક લોકો પોતાના ફેવરિટ ખેલાડીઓના વેશ ધારણ કરીને અથવા તો ટી શર્ટ અને માસ્ક લગાવીને મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. ત્યારે અમદાવાદનું 11 લોકોનું એક ગ્રુપ કેસરી સાફા પહેરીને ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માટે આવી પહોચ્યું છે.

કેસરી સાફાને વીરતાનું પ્રતિક સંબોધ્યું
મેચ જોવા આવેલા ગ્રુપના આગેવાને જણાવ્યું હતું કે, તેઓ બોપલના જ રહેવાસી છે અને આજે તેમનું 11 લોકોનું ગ્રુપ મેચ જોવા કેસરી કલરનો સાફો પહેરીને આવ્યું છે. તેમણે આ સાફાને વીરતાનું પ્રતિક તરીકે સંબોધ્યું. તેમના 11 લોકોના ગ્રુપમાં પણ મોટાભાગના લોકો અલગ અલગ પ્રાંતથી આવે છે, પરંતુ તેમનું રાષ્ટ્ર એક છે. ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધે અને ઇંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ જીતે તે માટે આજે તેઓ કેસરી સાફો પહેરીને મેચ જોવા આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે તેમનું ગ્રુપ મેચ પુરી નહીં થાય ત્યાં સુધી સ્ટેડિયમમાં રહીને ટીમનો ઉત્સાહ વધારશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here