હેલમેટ પહેરી માતા પુત્રીએ જીત્યું લોકોનું દિલ, ટ્રાફિક પોલીસે પણ કર્યા વખાણ

0
32

નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2019, શનિવાર

આદર્શ નાગરિકની ઓળખ ત્યારે થાય છે જ્યારે જે જાહેર જગ્યાએ નિયમોનું પાલન કરે. આપણા દેશમાં એવા ઓછા લોકો હશે જે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય. તેમાં પણ હેલમેટ પહેરવાના નિયમને તો મોટાભાગના લોકો તોડે છે. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનો ભંગ પણ છાશવારે થતો હોય છે. આવી સ્થિતી વચ્ચે એક માતા અને પુત્રીએ સૌનું ધ્યાન આકર્ષ્યું છે. આ માતા અને પુત્રીએ રોડ સેફ્ટી પ્રત્યે જાગૃતી ફેલાવી અને ટ્રાફિક પોલીસનું દિલ પણ જીતી લીધું છે.

ઉત્તર પ્રદેશ પોલીસની સોશિયલ મીડિયા સેલએ એડિશનલ એસપી રાહુલ શ્રીવાસ્તવએ દેવરિયા શહેરના કસયા ઓવર બ્રિજનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક માતા પોતાની પુત્રી સાથે સ્કુટર પર જાય છે. આ સમયે ટ્રાફિક ઈંસ્પેકટરએ રામ બૃક્ષ યાદવએ તેમને રોકી અને તેમના વખાણ કરી આશીર્વાદ આપ્યા હતા.

યાદવએ બાળકીએ હેલમેટ પહેરેલું જોઈ તેના વખાણ કર્યા અને પોતાની સુરક્ષા સાથે લોકોને પણ જાગૃત કરવાનું કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે લોકોને પણ અપીલ કરી કે તેઓ રસ્તા પર નીકળે ત્યારે આ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોતાની સાથે પરીજનોની સુરક્ષાનું ધ્યાન રાખે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here