વડોદરા : માતાએ બાઇક લાવવા માટે રૂપિયા ન આપતા યુવાને ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો

0
14

વડોદરા: વડોદરા શહેરના કોયલી ગામની સીમમાં ખેતરમાં રહેતા યુવાને માતાએ બાઇક લાવવા માટે પૈસા ન આપતા ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આપઘાત કરનાર યુવાન ખેત મજૂરી કરતો હતો

વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામની સીમમાં દિનેશભાઇ પેટલની લીંબુની વાડી આવેલી છે. આ વાડીમાં દિનેશ રામસિંગ નાયક(23) માતા અને પરિવાર સાથે રહેતો અને ખેત મજૂરી કરતો હતો. દિનેશે માતા પાસે બાઇક લેવા માટે માતા પાસે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ, માતાએ રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા દિનેશે મોડી રાત્રે ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી લીધી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો

આ બનાવ અંગેની જાણ જવાહરનગર પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે પ્રાથમિક કારણ જાણ્યા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.