સુરત : ડીંડોલીમાં ઘરમાં ડિલિવરીના ચાર કલાક બાદ ખેંચ આવતાં માતાનું મોત.

0
20

નવાગામ ડિંડોલી વિસ્તારમાં ઘરમાં પ્રસુતિના 4 કલાક બાદ માતાને ખેંચ આવી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી.માતાના મોત બાદ પણ નવજાત બાળક તંદુરસ્ત અને સામાન્ય છે.

ડિલિવરી બાદ ચા બિસ્કીટ ખાધા હતા

નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતી રેણુ મુકેશ પાંડે (ઉ.વ.આ.30)ના યોગેશ્વર નગરમાં રહેતા હતાં. મૂળ યુપી વાસી પરિવાર છે. રેણે ત્રણ ચાર મહિના પહેલા જ વતન યુપીથી સુરત આવી હતી. રેણુને આજે સવારે 8 વાગે પ્રસુતિનો દુઃખાવો ઉપાડ્યો હતો. 9:10 વાગ્યે રેણુએ પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં પ્રસૂતાએ ચા ને બિસ્કિટ ખાધા હતાં.

ઘરના સભ્યોએ જ ડિલિવરી કરાવેલી

રેણુએ પુત્રને જન્મ આપ્યા બાદ બનેવીએ નાળ કાપી માતા પુત્રને અલગ કર્યા હતાં.રેણુના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતાં. પહેલી ડિલિવરી ઘરે થઈ હતી. જે સંતાન આજે 7 વર્ષનું છે. બીજી પ્રસુતિ બાદ મોતને લઈ પ્રશ્નો ઉભા થયા છે.પહેલી પ્રસુતિ પણ ઘરમાં જ થઈ હોવાનું બનેવી આલોક દૂબેએ જણાવ્યું હતું.સાસુ અને પતિએ પ્રસુતિ બાદ સાફ સફાઈ કરી હતી.માતાના મોત બાદ પણ નવજાત બાળક તંદુરસ્ત હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here