ઇડર: તાજેતરમાં ઇડરના કુટુંબ અને બાળ કલ્યાણ કેન્દ્ર ખાતે ભલભલાને હચમચાવી મૂકે તેવો કિસ્સો બહાર આવ્યો હતો. ત્રણ સંતાનોને લઇને પતિથી અલગ થઇ ગયેલી મહિલા 6 વર્ષીય પુત્રને લઇને આવી હતી અને તેને કુટુંબ સલાહ કેન્દ્ર ખાતે તરછોડી જઇ રહી હતી. ત્યારે બાળક તેની પાછળ દોડતા પાછળ ન આવ, નહી તો ગાડી નીચે કચડાવી દઇશ તેવી ધમકી આપતા હાજર કાઉન્સેલરના પગ નીચેની ધરતી સરકી ગઇ હતી અને હળાહળ કળિયુગનો અનુભવ થયો હતો.
મહિલાએ જૂના પતિ સાથે જવા કહ્યું પછી ફેરવી તોળ્યું
ઇડર કુટુંબ અને બાલ કલ્યાણ કેન્દ્ર દ્વારા મળતી વિગત અનુસાર ઇડર તાલુકાની મહિલાના લગ્ન થયા બાદ ત્રણ સંતાનો થયા હતા અને થોડા સમય પછી સામાજીક રાહે છૂટાછેડા લઇ અન્ય સાથે રહેવા જતી રહી હતી. ત્યારબાદ થોડો સમય તેની સાથે રહ્યા બાદ ત્રણ સંતાનોને લઇ ઇડરના કુટંબ અને બાળક કલ્યાણ કેન્દ્ર ખાતે આવી હતી અને જૂના પતિ સાથે પાછા જવાનું કહેતા તેના જૂના પતિ અને સસરાને બોલાવી કાઉન્સેલરોએ સમજાવટના પ્રયાસ શરૂ કર્યા હતા. પતિ અને સસરા તમામ શરતો માનવા છતાં આ મહિલાએ ફેરવી તોળ્યું હતું અને ત્રણ સંતાનોને લઇને જતી રહી હતી.
માતાએ મમતા લજવી
તેના 6 વર્ષના પુત્રને લઇને સંસ્થામાં આવી હતી અને 6 વર્ષીય પુત્રને સંસ્થામાં મૂકી ચાલતી પકડી હતી. કાઉન્સેલરે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બાળકે પણ માતાની પાછળ દોટ મૂકી પરંતુ માતાએ મમતા અને લાગણીને તરતાર કરી દેતા બાળકને કહ્યુ પાછળ નહી આવ ગાડી નીચે કચડાવી દઇશ. કાઉન્સેલર હતપ્રભ થઇ ગયો માતાના નિષ્ઠુર બોલથી ઘડીભર માટે જમીન સરકી ગયાનો અનુભવ થયો હતો. પરંતુ તેણે બાળકને રોકી લીધું સંસ્થાએ તેના દાદાને બોલાવી બાળકને સુપરત કર્યું અને પોતાના ખર્ચે નજીકના ગામમાં એડમિશન લઇ અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો છે.
Array
નિષ્ઠૂર મા : ઇડર કુટુંબ સલાહ કેન્દ્રમાં 6 વર્ષીય દીકરાને મૂકીને માતા ભાગી, વાહન નીચે કચડાવી દેવાની કાઉન્સેલરને ધમકી આપી
- Advertisement -
- Advertisment -