શરદ પૂનમના દિવસે આ 5 વાનગીઓ ખાવાથી મળે છે માતા લક્ષ્‍‍મીજીની કૃપા, વધશે ધન-સમુદ્ઘિ

0
13

દીવાળી પહેલા શરદ પૂનમને લક્ષ્‍મી માતાનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આસો માસની શુક્લ પક્ષની પૂનમને શરદ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 13 ઓક્ટોબર એટલે કે રવિવારના આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર, આ દિવસે ધનની દેવી માતા લક્ષ્‍મીજી સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા હતા. આજ કારણે દિવસને વિશેષ રૂપથી માતા લક્ષ્‍મીજીને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્‍મીને આ 5 વસ્તુઓને ભોગ લગાવવાથી અને પ્રસાદ સ્વરૂપે વહેંચવાથી અથવા તો સ્વંય ખાવાથી ધન, સમુદ્ઘિમાં વૃદ્ઘિ થાય છે અને માતા લક્ષ્‍મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જાણીએ આ વિશે..

– શરદ પૂનમમાં માતા લક્ષ્‍મીજીની પૂજા કરવાથી મખણાનો ભોગ લગાવી શકો છો. મખાણાનો સંબંધ ચંદ્રની સાથે છે અને ચંદ્રને દેવી લક્ષ્‍મીજીનો ભાઇ માનવામાં આવે છે. આ સાથે જ શ્રીસૂત્કનું પાઠ કરવામાં આવે છે.

– માતા લક્ષ્‍મીજીને પ્રસન્ન કરવા માટે ભોગમાં પતાશાનો પ્રયોગ કરી શકાય છે. રાત્રે જાગરણમાં તમે પતાશાના ભોગ લગાવીને વહેંચી શકો છો. પતાશાનો સંબંધ ચંદ્રની સાથે છે, આ માટે દિવાળીના દિવસે પતાશા અને ખાંડના રમકડાં મતાા લક્ષ્‍મીજીની અર્પિત કરો.

– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, માતા લક્ષ્‍મીજીને પ્રસન્ન કરવા માટે મખાણા અને ચોખાની ખીરનો ભોગ લગાવી શકો છે. કહેવાય છે કે, ખીરને ચંદ્રની રોશનીમાં રાખવાથી તેમાં ઔષધીય ગુણો આવી જાય છે અને ઘણા શરીરમાંથી ઘણી બિમારીઓ દૂર કરે છે. આ સિવાય દૂધ-પૌવાનો પણ ભોગ લગાવી શકાય છે.

– હિંદૂ ધર્મના પૂજાપાઠથી જોડાયેલા કાર્યોમાં પાનનો ઉપયોગ ઘણો શુભ માનવામાં આવે છે. પાનને પ્રસન્નતા કારક માનવામાં આવે છે. પૂજામાં પાન પર સોપારીનો પ્રયોગ કરવામાં આવે છે. આ માટે શરદ પૂનમમાં દિવસે માતા લક્ષ્‍મીજીને પ્રસન્ન કરવા માટે આ પૂજામાં પાનનો પ્રયોગ કરી શકો છો.

– માતા લક્ષ્‍મીજીને જે વસ્તુઓ પ્રિય છે, તેમાંથી એક દહીં છે. શરદ પૂનમના દિવસે માતા લક્ષ્‍મીજીને ગાયના દૂધમાંથી બનેલા દહીંનો ભોગ ધરાવો. ભોગ ધરાવ્યા પછી પ્રસાદના રૂપે આપો. આમ કરવાથી માતા લક્ષ્‍મીજી પ્રસન્ન થશે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here