Thursday, February 6, 2025
HomeગુજરાતGUJARAT: માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા તરૃણીએ જીવ દીધો

GUJARAT: માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા તરૃણીએ જીવ દીધો

- Advertisement -

જોડિયા તાલુકાના બાલંબા ગામમાં રહેતી ૧૭  વર્ષ ની તરૃણીએ આજે વહેલી સવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. માતાએ  ઠપકો આપતાં આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં લાખોટા તળાવમાંથી ગઇકાલે સવારે એક માનવ મૃતદેહ સાંપડયો હતો, જે મૃતદેહની પોલીસ દ્વારા ઓળખ કરી લેવામાં આવી છે, અને રણજીત નગર વિસ્તારમાં રહેતા બુઝુર્ગનો મૃતદેહ હોવાનું અને બીમારીથી કંટાળી જઇ અપઘાતનુ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

જોડીયા તલુકાના  બાલંભા ગામમા રહેતી સાઇરોજ સુલતાનભાઈ લોંડળા નામની ૧૭ વર્ષની મુસ્લિમ વાઘેર તરૃણીએ આજે વહેલી પરોઢિયે પોતા નાં ઘરનાં ફળિયામાં પતરાનાં લોખંડનાં એંગલમાં ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ આત્મ હત્યા કરી લીધી હતી. ગઇકાલે માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. જેનું માઠુ લાગી જતાં પોતાની જીવાદોરી ટુંકાવી લીધી હતી. આ બનાવ અંગે જોડિયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.જામનગરના લાખોટા તળાવમાં આરટીઓ કચેરીના પાછળના ભાગમાંથી ગઇકાલે સવારે એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડ ની ટુકડીએ મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો. જેથી સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા અજ્ઞાાત મૃતદેહ નો કબજો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતકનું નામ જગદીશભાઈ રમણીક ઠાકર ઓદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ અને (ઉંમર વર્ષ ૬૩) તેમજ રણજીત નગર હુડકોમાં રહેતા હોવાનું જાહેર થયું હતું. મૃતકના નાના ભાઈ કૌશિકભાઈ રમણીકલાલ ઠાકરે મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. તેઓના જણાવ્યા અનુસાર મૃતક જગદીશભાઈ કે જેઓ છેલ્લા દસેક વર્ષથી પેટ અને ચામડીની બીમારીથી પીડાતા હતા. જેનાથી તંગ આવી જઇ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું. જે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular