કોલકાતા: મધર ટેરેસાની જન્મજયંતિ, આજે મધર હાઉસ ખાતે શાંતિ પ્રાર્થના યોજાઇ

0
49

(અહેવાલ : રવિ કાયસ્થ)

આજે મધર ટેરેસાની 109 મી જન્મજયંતિ છે, જેમણે પોતાનું આખું જીવન ગરીબ નિરાધાર અને લાચાર અને જરૂરિયાતમંદ લોકો માટે સમર્પિત કર્યું છે. દુનિયા મધર ટેરેસાને યાદ કરી રહી છે જેણે દિવસ-રાત પીડિતો અને નબળા લોકોની સેવા કરી છે.

મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ, 1910 ના રોજ મેસેડોનિયાના સ્કોપજે શહેરમાં થયો હતો. તેમના વિચારોએ સમાજમાં શાંતિ અને પ્રેમ જાળવી રાખવામાં મદદ કરી હતી. તેથી જ તેમને શાંતિ અને સદભાવના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન માટે 1979 માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આજે તેમની જન્મજયંતિ પર કોલકાતાના મધર હાઉસ ખાતે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here