મધર્સ ડે : રિયા ચક્રવર્તી ભાવુક થઈ સો.મીડિયામાં માતા સાથેની તસવીર શૅર કરી

0
6

મધર્સ ડે પર બોલિવૂડ સ્ટાર્સે સો.મીડિયામાં માતા સાથેની તસવીર શૅર કરી છે. એક્ટ્રેસ રિયા ચક્રવર્તી એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સો.મીડિયામાં બહુ ઓછી એક્ટિવ રહે છે. જોકે, મધર્સ ડે પર રિયાએ ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. રિયાએ માતા સાથેની તસવીર શૅર કરી હતી.

તસવીર શૅર કરીને આ વાત કહી
રિયા ચક્રવર્તીએ નાનપણની તસવીર શૅર કરી હતી, જેમાં તે માતાને બર્થડે કેક ખવડાવે છે. રિયાએ કહ્યું હતું, ‘મારી સુંદર માતા, મને યાદ છે કે જ્યારે હું નાની હતી ત્યારે તમે મને કહ્યું હતું, તારી અંદર ખુશી રહેલી છે, તેને બહાર ના શોધીશ. તારા હૃદયમાં પ્રેમ શોધ અને તું હંમેશાં એક હેપી ગર્લ રહીશ. આ મારી સાથે આખું જીવન રહેશે મા, હું વચન આપું છું કે હું પૂરો પ્રયાસ કરી રહી છું. તમામ માતાઓને મધર્સ ડેની શુભકામના. અમે તમને પ્રેમ કરીએ છીએ.’

કાકાને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શૅર કરી હતી
હાલમાં જ રિયાએ કાકાની એક તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘કર્નલ એસ સુરેશ કુમાર, 10 નવેમ્બર, 1968 – 1 મે 2021. એક જાણીતા ઓર્થોપેડિક સર્જન. એક એધિકારી, એક લવિંગ પિતા તથા સારા વ્યક્તિ. કોરોનાએ તેમને અમારી પાસેથી છીનવી લીધા, પરંતુ તમારો વારસો ચાલુ રહેશે. સુરેશ અંકલ તમે એક રિયલ હીરો છો. હું તમને સેલ્યુટ કરું છું. તમારી આત્માને શાંતિ મળે.’

લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી
કોવિડ 19થી થતાં મોતને જોઈને રિયાએ ચાહકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. તેણે કહ્યું હતું, ‘હું તમને વિનંતી કરું છું કે પ્લીઝ ઘરમાં રહો અને સુરક્ષિત રહો. કોવિડ સારું કે ખરાબ જોતું નથી. કોવિડ વિરુદ્ધ સાથે આવીએ. ઘરમાં રહો, સલામત રહો.’

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ શોધે છે
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ રિયા ચક્રવર્તી વિવાદમાં છે. વિવાદમાં આવ્યા બાદ એકટ્રેસને બોલિવૂડ ફિલ્મમાં કામ મળવું મુશ્કેલ છે. આથી જ હવે રિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ શોધી રહી છે. કામની શોધમાં રિયા થોડાં દિવસ પહેલાં હૈદરાબાદ ગઈ હતી. સુશાંતના મોત બાદ રિયાની પહેલી ફિલ્મ ‘ચેહરે’ રિલીઝ થશે. આ ફિલ્મમાં રિયાએ નાનકડો રોલ પ્લે કર્યો છે. આમ તો આ ફિલ્મ 9 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે રિલીઝ થઈ શકી નહીં. ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા ઈમરાન હાશ્મી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here