હેપ્પી મધર્સ ડે : વર્ષ 1908માં અમેરિકામાં પ્રથમ વખત મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી,

0
4

ચલતી ફિરતી આંખો સે અજાન દેખી હૈ,મૈંને જન્નત તો નહીં દેખી હૈ મા દેખી હૈ.- મુનવ્વર રાણા લખેલી આ પંક્તિયો માતાનું મહત્ત્તવ સમજવા માટે પૂરતી તો નથી પરંતુ તેની સુંદરતા વ્યક્ત કરવામાં યોગ્ય સાબિત થાય છે. આજે મધર્સ ડે છે, મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જો કે માતા માટે કોઈ એક જ દિવસ નક્કી કરવામાં નથી આવતો, પરંતુ તે અલગ વાત છે કે માતા માટે ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસ આપણી તમામ તકલીફોને અવગણીને બાળકોની દરેક ખુશીનું ધ્યાન રાખતી માતા પ્રત્યે પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ છે.

મધર્સ ડેનું મહત્ત્વ

આ દિવસે દરેક માતાની સાથે તમામ બાળકો માટે પણ મહત્ત્વપૂર્ણ છે. આ દિવસ તેમની ભાવનાઓને વ્યક્ત કરવાની તક આપે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં મેના બીજા રવિવારે મધર્સ ડે તરીકે મનાવવામાં આવે છે, પરંતુ ઘણા દેશોમાં આ ખાસ દિવસને અલગ અલગ તારીખે મનાવવામાં આવે છે. આજે મધર્સ ડે નિમિત્તે જાણો કેવી રીતે માતા માટે આ વિશેષ દિવસની શરૂઆત થઈ.

અમેરિકન એક્ટિવિસ્ટે શરૂ કર્યો મધર્સ ડે

મધર્સ ડે વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. તેમાંથી આ એક છે મધર્સ ડેના ખાસ દિવસની શરૂઆત અમેરિકાથી થઈ હતી. વર્જિનિયામાં આના જાર્વિસ નામની એક કાર્યકર મહિલા દ્વારા કરવામાં આવી હતી આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. હકીકતમાં એના ન માત્ર પોતાની માતાને પ્રેમ કરતી હતી, પરંતુ તે તેના માટે પ્રેરણા પણ હતી. તે હંમેશાં પોતાની માતા સાથે રહેતી હતી અને ક્યારેય લગ્ન કર્યા નહોતા. માતાના અવસાન બાદ તેમને માન આપવામાં માટે તેમણે 1908માં આ ખાસ દિવસની શરૂઆત કરી.

વર્જિન મેરીનો દિવસ મધર્સ ડે

તે ઉપરાંત ક્રિશ્ચિયન સમુદાયના લોકો પણ આ દિવસને વર્જિન મેરીનો દિવસ માને છે. આ દિવસે યુરોપ અને બ્રિટેનમાં મધરિંગ સન્ડે પણ મનાવવામાં આવે છે. મધર્સ ડે સાથે જોડાયેલી એક અન્ય માન્યતા પ્રમાણે, તેની શરૂઆત ગ્રીસથી થઈ હતી. અહીં લોકો પોતાની માતાને ખૂબ જ માન આપતા હતા, એટલા માટે માતા પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે આ દિવસે તેમની પૂજા કરે છે. માન્યતાઓના અનુસાર, સ્યબેસે ગ્રીસ દેવતાઓની માતા હતી અને મધર્સ ડેના દિવસે તેમની પૂજા કરવામાં આવતી હતી.

9 મે 1914ના રોજ કાયદો પસાર થયો

અમેરિકન પ્રેસિડન્ટ વૂડ્રો વિલ્સને 9 મે 1914માં એક કાયદો પસાર કર્યો હતો, જેના અનુસાર, મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં મેના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. તમામના જીવનમાં એક અતુલ્ય યોગદાન આપનારી માતા આ ધરતી પર ભગવાનનું  જ રૂપ નથી, પણ દરેક બાળક માટે પ્રથમ શિક્ષક અને મિત્રની ભૂમિકા પણ નિભાવે છે.

માતાને પ્રેમની ભેટ આપો

માતા નિસ્વાર્થ ભાવે પોતાના બાળકોને પ્રેમ કરે છે આ ખાસ દિવસ માતા માટે વધુ વિશેષ બનાવો. આ દિવસ ફક્ત મૌખિક રીતે જ નહીં પરંતુ સાર્થક રીતે માતાને સમર્પિત કરો. પહેલી વખત હશે કે જ્યારે મધર્સ ડે પર આખો પરિવાર ઘરે હશે. બાળકો પણ આખો દિવસ તેમની માતા સાથે વિતાવશે.  આ વિશેષ પ્રસંગે, તમારી માતા સાથે સમય પસાર કરો અને વ્યસ્ત હોવાને કારણે તમે જે કરી શકતા નથી તે બધું કરો અને માતાને પ્રેમની ભેટ આપીને દરેક પગલે તેમનો સાથ આપવા બદલ આભાર માનો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here