સુરતમાં વધુ એક વખત માતા ની મમતા મરી પરવારી, પાંચ કલાક પહેલા જન્મેલી બાળકીને કચરાપેટીમાં ત્યજી દીધી

0
23

ગુજરાતમાં નવજાત દીકરાને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન સુરતમાં પણ આવો જ એક વધુ કિસ્સો સામે આવી રહ્યો છે. આજે કડકડતી હાડ ગાળતી ઠંડી પડી રહી છે ત્યારે માત્ર પાંચ કલાક પહેલા જન્મેલી બાળકીને નિષ્ઠુર માતા ત્યજીને ફરાર થઈ હતી. જેને પનાસ ગામમાં આવેલા SMC કવાટર્સમાં આજે સવારે એક કિશોરી નાસ્તો લેવા ગઈ ત્યારે મળી હતી. એક કચરાપેટીમાં પતંગની દોરીઓમાં લપેટાયેલું એક બાળકીના રડવાનો અવાજ આવતા તેણે ત્યાં તપાસતાં કોઈ બાળકી હોવાનું જણાયું હતું.

બાળક પતંગની દોરીમાં લપેટાયેલું દેખાયું

પનાસ ગામના SMC ક્વાટર્સમાં રહેતી ધારા રમેશ ગોડસે સવારે નાસ્તો લેવા દુકાન ગઈ હતી. દરમિયાન તેને રસ્તામાં એક કચરાપેટીમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. જેને પગલે તેણે કચરાપેટીમાં જોતા એક બાળક પતંગની દોરીમાં લપેટાયેલું દેખાયું હતું. તેણે તેને બહાર કાઢીને પાસેની એક દુકાન પાસે બેસીને તેના ગળામાં વિંટાયેલા દોરા કાપ્યા હતા. તેમજ તેને કપડાં પહેરાવ્યા હતા.

બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર

ધારા બાળકને દુકાન પાસે લઈને બેઠી હતી ત્યારે તેની માતા આવીને તેને પૂછ્યું કોનું બાળક છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે, બાળક કચરા પેટીમાંથી મળ્યું છે. જેને પગલે 108 ને કોલ કરીને બોલાવતા પોલીસને જાણ કરી હતી. 108 બાળકને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. બાળકની હાલ સારવાર ચાલી રહી છે.

દીન પ્રતીદીન આ ઘટનામાં વધારો

આ પહેલા પણ કતારગામના સિંગણપોર વિસ્તારમાં ટ્રક ડાઇવર મંગુભાઇ નરસિંહ વણઝારા અને ગંગાબેન મંગુભાઇ વણઝારા નામના દંપતીને ત્રણ દીકરા હતા અને તેમને દીકરીની ઇચ્છા હતી પરંતુ ચોથી વખત પણ પુત્રનો જ જન્મ થતાં તેમણે બાળકને ત્યજી દીધું હતું. તાપી નદીના કિનારે ઝાડીમાં તેમણે બાળકને ત્યાજી દીધું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here