કોંગ્રેસ નેતા મોતીલાલ વોરાની વિદાય:2 વખત મધ્યપ્રદેશના CM રહેલા મોતીલાલનું નિધન, ગઈકાલે જ 93માં જન્મદિવસની ઉજવણી કરી હતી

0
16

એક મીટિંગમાં રાહુલ ગાંધીનો હાથ પકડીને મોતીલાલ વોરા (વચ્ચે), અહેમદ પટેલ (જમણે) (જેમનું પણ થોડા દિવસ પહેલાં જ નિધન થયું હતું ) (ફાઈલ ફોટો)
  • મોતીલાલ વોરા 18 વર્ષ કોંગ્રેસના કોષાધ્યક્ષ રહ્યા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા મોતીલાલ વોરા (93)નું સોમવારે નિધન થયું છે. દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા. તેઓ 2 વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે રહ્યાં હતા. 2000થી 2018 સુધી (18 વર્ષ) પાર્ટીના કોષાધ્યક્ષ પદે રહ્યાં હતા. મોતીલાલ વોરાએ ગઈકાલે (20 ડિસેમ્બર) જ પોતાનો 93મો જન્મદિવસ ઉજવ્યો હતો.

મોતીલાલ વોરા પછી અહેમદ પટેલના કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે 25 નવેમ્બરે અહેમદ પટેલનું નિધન થઈ હતું.

રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે વોરાજી સાચા કોંગ્રેસી અને જોરદાર વ્યક્તિ હતા. તેમની ખોટ ઘણી જ પડશે. તેમના પરિવાર સાથે મારી સંવેદનાઓ છે.

 

1968માં સમાજપાર્ટીના સભ્ય રહેલા વોરા અવિભાજિત મધ્યપ્રદેશની દુર્ગ મ્યુન્સિપલ કમિટીના સભ્ય બન્યાં. 1970માં કોંગ્રેસમાં સામેલ થયા. 1972માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યાં. જે બાદ 1977 અને 1980માં તેઓ ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. અર્જુન સિંહ કેબિનેટમાં પહેલાં ઉચ્ચ શિક્ષા વિભાગમાં રાજ્યમંત્રી રહ્યાં. 1983માં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. 1981-84 દરમિયાન તેઓ મધ્યપ્રદેશના રાજ્ય સડક પરિવહન નિગમના ચેરમેન પદે પણ રહ્યાં.

13 માર્ચ 1985થી 13 ફેબ્રુઆરી 1988 સુધી અને 25 જાન્યુઆરી 1989થી 9 ડિસેમ્બર 1989 સુધી તેઓ બે વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here