શૉમાં મોટોરોલા રજૂ કરશે દમદાર સ્પેસિફિકેશનથી સજ્જ 4 નવાં બજેટ સ્માર્ટફોન

0
4

દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ શૉ ‘કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શૉ 2021’ આવતીકાલથી શરૂ થશે. શૉમાં મોટોરોલા G સિરીઝ અને વન લાઈનઅપમાં 4 નવાં બજેટ સ્માર્ટફોન રજૂ કરશે. મોટો g સિરીઝમાં મોટો g પ્લે, મોટો g પાવર અને મોટો g સ્ટાઈલસ સામેલ છે જ્યારે વન સિરીઝમાં મોટોરોલા વન 5G ACE સામેલ છે.

1. મોટો g પ્લે 2021: કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન

આ ફોનમાં 6.5 ઈંચની HD+ LCD IPS ડિસ્પ્લે અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસર મળશે. તેનું 3GB+32GB વેરિઅન્ટ લોન્ચ થશે. સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી એક્સપાન્ડ કરી શકાશે. ફોટોગ્રાફી માટે ફોનમાં 13MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળશે. જ્યારે સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

ફોનમાં 5000mAhની બેટરી મળશે અને તે એન્ડ્રોઈડ 10 પર રન કરશે. આ સિવાય તેમાં રિઅર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. ફોનનાં મિસ્ટી બ્લૂ અને ફ્લેશ ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થશે. મોટોરોલા g પ્લે 2021ની કિંમત $169.99 (આશરે 12,500 રૂપિયા) હોઈ શકે છે.

2. મોટો g પાવર: ફીચર્સ, કિંમત અને સ્પેસિફિકેશન

g પાવર પ્લે કરતાં અપગ્રેડેડ હશે. તે 6.6 ઈંચની HD+ IPS LCD ડિસ્પ્લે અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી સજ્જ હશે. તેનાં 3GB+32GB અને 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ થશે. ફોટોગ્રાફી માટે તેમાં 48MP+2MP+2MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

ફોન 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરીથી સજ્જ હશે. તે એન્ડ્રોઈડ 10 OS પર રન કરશે. સિક્યોરિટી માટે તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. તેનાં ફ્લેશ ગ્રે, પોલર સિલ્વર, ગ્લોઈંગ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. ફોનનાં 3GB+32GB વેરિઅન્ટની કિંમત $199.99 (આશરે 14,600 રૂપિયા) અને 4GB+64GB વેરિઅન્ટની કિંમત $249.99 (આશરે 18,300 રૂપિયા) હોઈ શકે છે.

3. મોટો g સ્ટાઈલસ 2021: ફીચર્સ, કિંમત અને સ્પેસિફિકેશન

મેઈન હાઈલાઈટ તરીકે તેમાં સ્ટાઈલસ સપોર્ટ મળશે. ફોનમાં 6.6 ઈંચની ફુલ HD+ IPS LCD ડિસ્પ્લે અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 678 પ્રોસેસર મળશે. તેનું 4GB+128GB વેરિઅન્ટ લોન્ચ થશે. ફોનમાં 48MP+8MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

ફોન 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ 4000mAhની બેટરી સાથે આવશે. સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. તેનાં અરોરા બ્લેક અને અરોરા વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. ફોનની કિંમત $ 299.99 (આશરે 22,100 રૂપિયા) હોઈ શકે છે.

4. મોટોરોલા વન 5G ACE: કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન

ACE મોટોરોલા વનનું 5G વેરિઅન્ટ છે. ફોનમાં 6.7 ઈંચની ફુલ HD+ IPS LCD ડિસ્પ્લે અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસરથી સજ્જ હશે. તેનાં 4GB+64GB અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે. ફોટોગ્રાફી માટે તેમાં 48MP+8MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

ફોન 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરીથી સજ્જ હશે અને એન્ડ્રોઈડ 10 OS પર રન કરશે. સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગગપ્રિન્ટ સેન્સર મળશે. તેનાં ગ્રે અને ફ્રોસ્ટેડ સિલ્વર કલર વેરિઅન્ટ લોન્ચ થશે. તેની કિંમત $399.99 (આશરે 29,300 રૂપિયા) સુધી હોઈ શકે છે. મોટો g અને વન 5G અમેરિકામાં 14 જાન્યુઆરીથી વેચાણ માટે અવેલેબલ હશે. ભારતમાં તેની ઉપલબ્ધતા વિશે હજુ સસ્પેન્સ યથાવત છે.