Tuesday, December 7, 2021
HomeMOUની માહિતી આપવા પત્રકારોને બોલાવ્યા, 5 કંપનીના નામની શું જરૂર? આવશે-આપીશું: રૂપાણી
Array

MOUની માહિતી આપવા પત્રકારોને બોલાવ્યા, 5 કંપનીના નામની શું જરૂર? આવશે-આપીશું: રૂપાણી

અમદાવાદઃ વાઈબ્રન્ટ 2019માં થયેલા એમઓયુની માહિતી આપવા મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદ બોલાવી હતી. આ દરમિયાન મીડિયાએ એમઓયુની વિગતો અને રોજગારીથી લઈ બીજી તમામ બાબતો અંગે વિગતવાર માહિતી માંગી હતી. પરંતુ પત્રકારોને બોલાવ્યા બાદ સીએમએ માત્ર આવશે આવશે, સમયોચિત આપીશું…આપીશું. તાત્કાલિક યાર સ્ટેસ્ટિક ન નીકળે એવા જવાબો આપ્યા હતાં. આ દરમિયાન મુખ્યમંત્રી મૂડીરોકાણ અને રોકાણ કરનારી પાંચ કંપનીઓના નામ પણ આપી શક્યા નહોતા.

એમઓયુ સંબંધિત કોઈ ઠોસ માહિતી નહોતી

કામગીરી હજુ ચાલુ હોવાનું રટણ કર્યું

આ પત્રકાર પરિષદમાં રૂપાણીએ વાઇબ્રન્ટની વાહ વાહ કરવાના પ્રયાસો કર્યા હતાં. પરંતુ તેમની પાસે એમઓયુ સંબંધિત કોઈ ઠોસ માહિતી નહોતી. તેમજ અસહજ લાગતા રૂપાણીએ આ મામલે વાઈબ્રન્ટ સમિટની કામગીરી હજુ ચાલુ હોવાનું રટણ કર્યું હતું. વાઈબ્રન્ટ સમિટના ઉદ્દઘાટનમાં પીએમ મોદી સહિત અનેક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. પરંતુ મોદી રવાના થયા બાદ વાઈબ્રન્ટ સાવ ફ્લોપ ગઇ હતી.

ડીટેઇલિંગ કરીએ છીએ, સમય આવ્યે કહીશું

કયા કયા ક્ષેત્રમાં એમઓયુ થયા?                                                                            સીએમઃ ડીટેઇલિંગ કરીએ છીએ, સમય આવ્યે કહીશું

કપંનીઓના નામ આપશો?
સીએમઃ સમયોચિત આપીશું

એમઓયુ અંગે વિગતવાર માહિતી આપશો?
સીએમઃ
 સમયોચિત આપીશું

પાંચ કંપનીના નામ આપો?
સીએમઃ
 જરૂર શું છે?

કહું છું બધું આવશે આવશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો લાભ વાઈબ્રન્ટમાં મળ્યો?                                                               સીએમઃ લોકો આવ્યા હશે અને ગયા હશે, દરરોજ 10-12 હજાર ટૂરિસ્ટ આવે છે. આમ આપણે સફળ રહ્યા છીએ.

એમઓયુમાં રોજગારી કેટલાને મળશે?
સીએમઃ
 અત્યારે કહેવું વહેલું છે, તમે યાર મારે શું કહેવું છે એમએમ તાત્કાલિક યાર સ્ટેસ્ટિક ન નીકળે

ટોટલ કેટલું આવશે?
સીએમઃ
 કહું છું બધું આવશે આવશે.

દહેજ પીસીપીઆઈઆરમાં કેટલું રોકાણ આવ્યું?
સીએમઃ 
કહું છું બધું આવશે આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments