રેલવે સ્ટેશન પાસે આંદોલન 10માં દિવસે સાંજે ધારાસભ્યએ કહ્યું-હવે છ દિવસ પ્રવાહી ગ્રહણ કરીને ઉપવાસ કરવામાં આવશે

0
0

રાજુલામાં રેલવેની પડતર જમીનને લઇને છેલ્લા 10 દિવસથી કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર રેલવે સ્ટેશન પાસે ઉપવાસ આંદોલન પર હતા પરંતુ હવે તેઓ ‘મોબાઈલ’ ઉપવાસ એટલે કે હરતા-ફરતા ઉપવાસ આંદોલન કરશે. પડતર જમીનને રાજુલા શહેરના બ્યુટિફિકેશન માટે વાપરવાના મુદ્દા સાથે એકતરફ કોંગ્રેસ રાજુલા નગરપાલિકાના પ્રમુખ એવું કહી રહ્યાં છેકે, હાલ ઉપવાસ આંદોલન સિવાય અન્ય કોઇ નવું આયોજન નથી. જ્યારે તેના જવાબમાં ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખે જણાવ્યું છેકે, આ પ્રકારે ખોટા ઘર્ષણ ઉભા કરવા કરતા શહેરના વિકાસમાં મદદ કરવી જોઇએ.

હાલ કોઈ આયોજન નથીઃ ઘનશ્યામ લખાણોત્રા, પાલિકા પ્રમુખસમગ્ર મામલા અંગે દિવ્યભાસ્કર દ્વારા રાજુલા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ લખાણોત્રાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્યના ઉપવાસ શરું છે અને હાલ કોઇ બીજું આયોજન અત્યારે નથી તેમ છતાં અન્ય કોઇ કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તો જણાવીશું.

ખોટા ઘર્ષણમાં પડવા કરતા શહેરની મદદ કરવી જોઈએઃ રવુભાઈ ખુમાણ, પૂર્વ પ્રમુખઆ મામલે રાજુલાના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી રવુભાઈ ખુમાણે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિએ તાઉ-તે વાવાઝોડામાં શહેરની શું દશા થઇ તે વિસ્તારના બધા લોકો જાણે છે. લોકેને મદદ કરવી જોઇએ. લોકો ત્રાહિમામ હતા તેવા સમયે રેલવે સામે કોંગ્રેસ દ્વારા મોરચો માંડી ઘર્ષણ ઉભું કરવામાં આવ્યું છે. શહેર આખુ ગંદકી અને સફાઇના અભાવે ભયાનક સ્થિતિમાં છે. કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટીએ સમજવું જોઇએ કે રાજુલા શહેરને અવળા માર્ગે ન લઇ જવાય અત્યારે આખા શહેરની એકપણ સ્ટ્રીટ લાઇટ શરૂ નથી. આવા સમયે ખોટા ઘર્ષણમાં ઉતરવાના બદલે શહેરની મદદ કરવી જોઇએ.

ધારાસભ્ય વધુ 6 દિવસ ઉપવાસ પરરેલવેની પડતર જમીનને લઇને ધારાસભ્ય અંબરીશ ડેર બર્બટાણા રેલવે સ્ટેશન ખાતે ઉપવાસ આંદોલન પર હતા. 17મીએ સાંજે તેમણે જણાવ્યું હતું કે, હવે કોઇ જગ્યા પર ઉપવાસ કરવામાં નહીં આવે. વધુ 6 દિવસ ઉપવાસ કરીશ. મારી વાડી મંગલમ ખાતે, મારી ઓફિસ અને મારા પ્રવાસ દરમિયાન આ ઉપવાસ ચાલુ રહેશે અને તે દરમિયાન ઠંડુ પાણી, જ્યૂસ જેવા પ્રવાહી જ ગ્રહણ કરીશ. ત્યારબાદ બધા વડીલો અને આગેવાનોને પૂછીને આગળ વધીશું.

રાજુલામાં ટ્રેન રોકવાના મુદે રેલ્વેએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતોરાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા દસ દિવસ સુધી ચલાવાયેલા ઉપવાસ આંદોલન દરમિયાન ગઇકાલે તેમણે રેલવે ટ્રેક પર આંદોલન કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ તેમના સમર્થનમા જુદાજુદા સ્થળે રેલ રોકો આંદોલન થયુ હતુ. ગઇકાલે રાજુલામા 11 નંબરના ફાટક પાસે તથા રામપરા ભેરાઇ વિસ્તારમા ટ્રેન અટકાવવામા આવી હતી. બે બે સ્થળે માલગાડી અટકાવાતા સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ દોડી આવી હતી અને મામલો સંભાળ્યો હતો. દરમિયાન આ મુદે ભાવનગર પોલીસે રેલવે એકટની જુદીજુદી કલમો હેઠળ અજાણ્યા શખ્સો સામે ટ્રેન અટકાવવા સબબ ગુનો નોંધ્યો છે. વિડીયો અને ફોટોગ્રાફસના આધારે લોકોની ધરપકડ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here