Movie Review: ઠાકરે – ફક્ત બાલા સાહેબને પ્રેમ કરતા લોકો માટે છે આ ફિલ્મ

0
52

હાલમાં બોલિવુડમાં બાયોપિક બનાવવાનો દૌર ચાલી રહ્યો છે. આ શુક્રવારે બાળ કેશવ ઠાકરે એટલે કે શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેના જીવન પર આધારિત ફિલ્મ ‘ઠાકરે’ રિલીઝ થઇ છે. એક કાર્ટૂનિસ્ટમાંથી મહારાષ્ટ્રના લોકો માટે નવી પોલિટિકલ પાર્ટી શિવ સેના ઉભી કરનાર દિગ્ગજ નેતાના જીવનના ઘણા પ્રસંગોને આ ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે, લાંબી સફર પછી મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી નેતા કેવી રીતે બને છે ઠાકરે? આ ફિલ્મમાં તમને ચોક્કસથી જોવા મળશે..

સ્ટોરી:

આ સ્ટોરીની 1960થી શરૂ થાય છે. જ્યારે બાળ ઠાકરે એક પ્રેસ જર્નલ કાર્ટૂનિસ્ટ તરીકે કામ કરતા હતા. ત્યાર પછી સ્ટોરી 70, 80 અને 90ના દાયકામાં આકાર લે છે. સામાન્ય રીતે હીરોને બાયોપિકમાં લાર્જર ધેન લાઇફ બતાવવાનો હોય તો કામ સરળ થઇ જાય છે. પરંતુ ઠાકરેમાં બાળ ઠાકરેની કારદિદ્દીનું વાસ્તવિક ચિત્રણ છે. એટલી હદે કે તે કોર્ટમાં ઉભા રહીને કબૂલ કરે છે કે તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ બાબરી મસ્જિદ પાડવામાં ફાળો આપ્યો હતો. ઠાકરેય ક્યારેય તોળી તોળીને બોલનારામાં ન હતા. બાળ ઠાકરે લોકપ્રિય નેતા હોવાની સાથે સાથે કોન્ટ્રોવર્શિયલ વ્યકિત હતા. તેમની રાજકીય કારર્દિદીમાં અનેક ક્ષણો રસપ્રદ બતાવવામાં આવી છે અને તેમના ભાષણોના કારણે હુલ્લડો પણ ફાટી નીકળ્યા હતા. ફિલ્મના ડિરેક્ટર અભિજીત પાનસે પણ  આ જ રસ્તે ચાલ્યા છે. ઠાકરેના જીવનનુ માત્ર સારું ચિત્ર ઉભુ કરવાના બદલે તેમણે વાસ્તવિકતા બતાવી છે. હા, પણ તે ઠાકરેને લોકોને હીરો બતાવવાનો પ્રયત્ન કરે છે.

ડિરેક્શન:

ડિરેક્ટરે ફિલ્મમાં અમુક સારા નિર્ણયો કર્યા છે જેમકે ફર્સ્ટ હાફ બ્લેક એન્ડ વ્હાઇટમાં છે. તેને કારણે ઓડિયન્સ જૂના સમયમાં પહોંચી જાય છે. CGIની મદદથી આબેહૂબ જૂની મુંબઇ પરદા પર રજૂ કરાઇ છે. ફિલ્મનું કાસ્ટિંગ સારું છે પરંતુ સ્ક્રીનપ્લે નબળો હોવાથી ફિલ્મ જોઇએ તેવી સારી નથી બની.

એક્ટિંગ:

ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકિએ બાળ ઠાકરેનો અભિયન શાનદાર રીતે કર્યો છે, બોલચાલની નકલ કરવાની કોશિશ ન કરીને સમજણનું કામ કર્યુ છે. નવાઝ મિનિમલ મેકઅપમાં દેખાય છે અને શિવસેનાના સુપ્રીમોના પાત્રને પૂરો ન્યાય આપે છે. અમૃતા રાવનો સાવ નાનો અને નગણ્ય રોલ છે. જ્યોર્જ ફર્નાન્ડિઝ, શરદ પવાર અને બીજા પાત્રોએ નવાઝના પાત્રને સારો સપોર્ટ કર્યો છે.

કેવી છે ફિલ્મ:

ફિલ્મમાં ઠાકરેને જેવા હતા તેવા બતાવવામાં આવ્યા છે. ફિલ્મની પ્રમાણિકતા વખાણવા લાયક છે. પરંતુ ફિલ્મમાં સ્પષ્ટતાનો અભાવ છે. વધુ અનુભવી લેખકે ફિલ્મ લખી હોત તો કમાલ થાત, જોકે તમે નવાઝના ફેન છો તો ચોક્કસથી તેના પરફૉર્મન્સ જોવા માટે થિયેટરમાં જઇ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here