Tuesday, September 21, 2021
Homeચોમાસામાં ટ્રાવેલિંગ : અનિશાએ તેની દીકરી સાથે બાઈક પર કેરળથી કાશ્મીર સુધી...
Array

ચોમાસામાં ટ્રાવેલિંગ : અનિશાએ તેની દીકરી સાથે બાઈક પર કેરળથી કાશ્મીર સુધી ટ્રિપ કરી

કેરળના મધુસૂદને વેડિંગ એનિવર્સરી પર પોતાની પત્ની અનિશાને બુલેટ બાઈક ગિફ્ટ કર્યું. આ બાઈક મળતાની સાથે જ અનિશાએ સૌથી પહેલી કાશ્મીરની ટ્રિપ પ્લાન કરી. બાઈક ટ્રિપ પર તેની સાથે તેની દીકરી મધુરિમા પણ સાથે હતી. કેરળમાં મનિયારામાં રહેતી અનિશા એક સ્કૂલ ટીચર છે અને મધુરિમા સેકન્ડ યર ગ્રેજ્યુએટ છે. અનિશાને ગયા વર્ષે આ બુલેટ ગિફ્ટમાં મળ્યું હતું. ત્યારે તેણે પોતાની દીકરી સાથે મૈસૂર જવાનો પ્લાન બનાવ્યો. મા-દીકરી બંને કાશ્મીર જવા ઇચ્છતા હતા પણ કોરોના મહામારીને લીધે તેમની યોજના અધૂરી રહી ગઈ. આથી ટ્રિપની શરુઆત મા-દીકરીએ 14 જુલાઈથી કરી. રોજ બંને 250થી 300 કિમીનો સફર કરતા હતાં.

ટ્રિપ પૂરી થઈ જાય તેના અઠવાડિયાં પછી જાણકારી આપવી જોઈએ
અનિશા સોલો ટ્રિપ કરનારી મહિલાઓને કહેવા માગે છે કે, જો યોગ્ય પ્લાનિંગ હોય તો સફરમાં કોઈ તકલીફ આવતી નથી. સફર દરમિયાન રસ્તા અને સ્ટે વિશે સોશિયલ મીડિયા પર કોઈ જાણકારી શેર ના કરો. એમાં પણ જો તમે એકલા ટ્રાવેલ કરતા હોવ ત્યારે આ બધી માહિતી શેર ના કરવી જોઈએ. ટ્રિપ પૂરી થઈ જાય તેના અઠવાડિયાં પછી જાણકારી આપવી જોઈએ.

વધુમાં અનિશાએ કહ્યું, તમે કઈ જગ્યાએ રોકાવો છો, તે સ્થળનું સિલેક્શન સમજી વિચારીને કરવું અને દરેક ડેસ્ટિનેશન પર સૂરજ આથમે તે પહેલાં પહોંચી જવું. જો તમને હોટેલ કે કોટેજમાં રોકાવવું ના ગમે તો રાત પડે તે પહેલાં બદલી શકો છો. મહિલા હોવાને નાતે તમારા સાથે સુરક્ષા હથિયાર જેમ કે પેપર સ્પ્રે હંમેશાં સાથે રાખો. જેથી મુશ્કેલ સમયનો સામનો કરવો તમારા માટે સરળ બની જાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments