સંખેડા : સબ ટ્રેઝરી કચેરીને બોડેલી ખસેડવાના આદેશના વિરોધમાં સંખેડા સજ્જડ બંધ

0
36

સંખેડા: સંખેડાની સબ ટ્રેઝરીને બોડેલી ખસેડવાના સરકારના આદેશનો વિરોધ કરીને સંખેડામાં સબ ટ્રેઝરી કાર્યરત રાખવા માટે સંખેડાવાસીઓ આકરા બન્યાં અને બજારો સંપૂર્ણ બંધ રાખ્યા હતા. સંખેડા ગામના બજારો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય પણ બંધ રહ્યું હતું. સંખેડામાં સબ ટ્રેઝરી કાર્યરત રાખીને બોડેલી તાલુકાને નવીન સબ ટ્રેઝરી આપવા માટેની માંગ પણ ઉઠી છે.

સંખેડા ખાતે ગાયકવાડી સ્ટેટ વખતની સબ ટ્રેઝરી ચાલે છે. આ સબ ટ્રેઝરીના કારણે સંખેડા તાલુકાના 1200 જેટલા પેંશનરો, સ્ટેમ્પ વેન્ડર નોટરી બેંકો વિગેરેઓનો સીધો જ વ્યવહાર સબ ટ્રેઝરી મારફતે ચાલે છે. બોડેલી નવીન તાલુકો બનતા વર્ષ 2016માં બોડેલી સ્થળાંતરીત કરવાનો આદેશ કરાયો હતો. જે બાદ સંખેડાના આગેવાનો દ્વારા હાઇકોર્ટમાં રીટ પણ કરાઇ હતી. જેમાં સંખેડાના અરજદારોની વિરૂધ્ધમાં ચુકાદો આવ્યો હતો. જેથી ગત માસે રાજ્ય સરકાર દ્વારા સંખેડાની સબ ટ્રેઝરીને બોડેલી સ્થળાંતર કરવા માટે આદેશ કર્યો હતો. સંખેડાની સબ ટ્રેઝરીને બોડેલી ખસેડવાના વિરોધમાં સંખેડાના તાલુકાવાસીઓમાં વ્યાપક રોષની લાગણી ફેલાઇ છે. એટલા માટે જ સંખેડા ગામ ઉપરાંત તાલુકાના ગામોએ પણ બજારો બંધ રાખીને બંધના એલાનને સફળ બનાવ્યું છે.

સંખેડા ગામના બજારો આજે સંપૂર્ણ બંધ રહ્યા છે. શાળા, કોલેજ, દુકાનો, ખાણીપીણીની લારીઓ સહિત તમામ બજારો બંધ રહ્યા છે. બોડેલી નવીન તાલુકો બનતા ત્યાં સરકારે તમામ નવીન કચેરીઓ શરૂ કરાઇ છે. જેથી ત્યાં નવીન સબ ટ્રેઝરી શરૂ કરવાના બદલે સંખેડાની સબ ટ્રેઝરી બંધ કરીને બોડેલી તેને ખસેડવા કરાયેલા આદેશને પગલે સંખેડાના નગરજનો દ્વારા આજે બજારો સંપૂર્ણ બંધ રાખ્યાં છે. સંખેડા તાલુકામાં 1200 પેન્શરો જ્યારે બોડેલી તાલુકામાં 200 પેંશનરો, સંખેડામાં નોટરી પાંચ છે.
બોડેલીમાં ફક્ત એક જ નોટરી છે.સંખેડામાં ચાર સ્તેમ્પ વેંડર છે. જ્યારે બોડેલીમાં બે જ સ્ટેમ્પ વેંડર છે. બોડેલીમાં સબ ટ્રેઝરી જવાથી આ સૌ કોઇને ખાસ કરીને પેંશનરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.એટલે જ સંખેડાના નગર ઉપરાંત તાલુકાના નાગરિકોએ પણ આ બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

સંખેડા તાલુકાના 1200 પેન્શનરોને વધુ મુશ્કેલી પડશે
બોડેલી ખાતે સબ ટ્રેઝરી જવાથી સૌથી વધુ મુશ્કેલી સંખેડા તાલુકાના 1200 પેંશનરોને પડશે. સંખેડામાં સબ ટ્રેઝરી રહેવા દઇ બોડેલી નવીન તાલુકો હોઇ ત્યાં તમામ નવીન કચેરીઓ આપી છે.તો નવીન સબટ્રેઝરી પણ ત્યાં આપવી જોઇએ.>આર.બી.શેખ,મહામંત્રી સં.તા.પેંશન મંડળ

સંખેડાની સબ ટ્રેઝરી બોડેલી લઇ જવાનો આદેશ કર્યો 
અગાઉ સંખેડાની કરન્સી ચેસ્ટ બોડેલી જતી રહી હતી. સંખેડામાં સબ ટ્રેઝરી યથાવત રાખીને નવીન બોડેલી તાલુકામાં સબ ટ્રેઝરીની નવી ઓફિસ આપવા માટે રજૂઆતો કરી હતી.- જયકુમાર દેસાઇ,ઉપપ્રમુખ સંખેડા તાલુકા પંચાયત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here