Monday, September 20, 2021
HomeMPમાં શ્વાસનું સંકટ : છતરપુર જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય અટકવાના કારણે 4...
Array

MPમાં શ્વાસનું સંકટ : છતરપુર જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય અટકવાના કારણે 4 દર્દીના મોત

મધ્યપ્રદેશમાં તમામ પ્રયાસો છતાં પૂરતો ઓક્સિજન મળી રહ્યો નથી. મોટા શહેરોની સાથે હવે નાના શહેરોમાં પણ ઓક્સિજનના અભાવને કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. છતરપુર જિલ્લા હોસ્પિટલમાં 5 કલાક સુધી ઓક્સિજન સપ્લાય બંધ હોવાને કારણે કોરોનાના 4 દર્દીઓના મોત નીપજ્યાં. જ્તારે મુરેના જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી સંક્રમિત એક મહિલાએ પોતાના માતાના ખોળામાં જ જીવ ગુમાવ્યો હતો. આ પહેલા શુક્રવારે ગ્વાલિયરની 7 હોસ્પિટલોમાં ઓક્સિજન સમાપ્ત થવાના કારણે 10 કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

રાજ્યના 4 મોટા શહેરોમાં 24 કલાકમાં 5,704 નવા કેસ નોંધાયા છે, જ્યારે 31 લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન ઇન્દોરમાં સૌથી વધુ 1,826 નવા કેસ નોંધાયા હતા અને 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સરકારી રેકોર્ડમાં સૌથી વધુ 12 મૃત્યુ ગ્વાલિયરમાં થયાનું નોંધાયું છે. અહીં 1,220 નવા કેસ મળી આવ્યા છે. ભોપાલમાં 1,802 નવા કેસ અને 5 મોત થયા છે. જબલપુરમાં 856 નવા કેસ મળી આવ્યા છે જ્યારે 7 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાહતની વાત તે છે કે ગ્વાલિયર અને જબલપુરમાં જેટલા નવા કેસ મળી આવ્યા છે, તેના કરતા વધુ લોકો સાજા પણ થયા છે.

મુરેના જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન નથી એમ કહીને કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવ્યા ન હતા. પરિવારજન ઓક્સિજન સિલિન્ડર લઇ આવ્યા, પરંતુ દર્દી આખી રાત એમ્બ્યુલન્સમાં જ પડી રહ્યો.
મુરેના જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન નથી એમ કહીને કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવ્યા ન હતા. પરિવારજન ઓક્સિજન સિલિન્ડર લઇ આવ્યા, પરંતુ દર્દી આખી રાત એમ્બ્યુલન્સમાં જ પડી રહ્યો.

ભોપાલ: 100 ટનથી વધુ ઓક્સિજનની જરૂર છે, મળી રહ્યો છે 80 ટન રાજધાની ભોપાલમાં શ્વાસનો સંઘર્ષ ચાલુ છે. લગભગ બધી જ હોસ્પિટલોમાં છેલ્લા 72 કલાકથી ઓક્સિજનની અછત પડી રહી છે. શહેરની 104 કોવિડ હોસ્પિટલોમાં આઈસીયુ અને ઓક્સિજન સપોર્ટ પર લગભગ 4,771 દર્દીઓ છે. આવી સ્થિતિમાં, શહેરને દરરોજ 100 ટન ઓક્સિજનની જરૂર હોય છે, પરંતુ ફક્ત 80 ટન જ મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સરકારી રેકોર્ડમાં 5 મોત નોંધાયા છે, પરંતુ ભદભદા ઘાટ પર શનિવારે 100 સંક્રમિત લોકોના મૃતદેહને લાવવામાં આવ્યા હતા. આમાંથી એકલા ભોપાલના જ 66 મૃતદેહો હતા.

ઇન્દોર: ગંભીર દર્દીઓને પણ બેડ નથી મળી રહ્યા
અહીં એક્ટિવ કેસ 12,484 થઈ ગયા છે. આને કારણે કોરોનાના દર્દીને બેડ મળી રહ્યા નથી. રાધા સ્વામી સત્સંગ વ્યાસ (મા અહિલ્યા કોવિડ કેર સેન્ટર) ખાતે 600 બેડના કોવિડ કેર સેન્ટર બન્યા પછી પણ દર્દીઓને રાહત નથી મળી રહી. માલવા મીલ નજીક શિવાજી નગરમાં રહેતા 75 વર્ષીય શંકર લાલ સાદરે જણાવ્યું કે તેમને સીટી સ્કેનમાં 45% સંક્રમણ આવ્યું છે. 5 દિવસથી ઘરે જ સારવાર ચાલી રહી છે. શનિવારે શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડતાં પુત્રી અને પત્ની દાખલ કરાવવાં સુપર સ્પેશીયાલીટી, એમઆરટીબી, અરબિંદો, સીએચએલ, ચોડથરામ સહિત ડઝનભર હોસ્પિટલોમાં લઈ ગયા હતા, પરંતુ ક્યાંય પણ બેડ મળ્યો નહીં.

ગ્વાલિયર: પ્રથમ વખત 1000થી વધુ દર્દીઓને રજા અપાઈ
ગ્વાલિયરમાં સરકારી આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 12 લોકોનાં મોત થયાં છે, પરંતુ 24 કલાકમાં 53 મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમાંથી 38 ગ્વાલિયર અને અન્ય 15 જિલ્લાના છે. તેમાં એકલા લક્ષ્મીગંજ મુક્તિધામમાં જ 41 કોરોનાના મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. રાહતની વાત છે કે 1,053 લોકો પણ સ્વસ્થ થયા છે. આ પહેલીવાર છે જ્યારે એક હજારથી વધુ લોકોને એક જ દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગ્વાલિયરમાં હાલમાં 9,042 એક્ટિવ કેસ થઈ ગયા છે.

જબલપુર: નવા કેસ કરતાં વધુ દર્દીઓ સાજા થયા
જબલપુરમાં 42 દિવસ પછી એવું બન્યું, જ્યારે નવા કેસ કરતાં વધુ લોકો સ્વસ્થ થયા. શનિવારે, 820 નવા કેસ નોંધાયા છે. જ્યારે 856 લોકો સ્વસ્થ થયા છે. તેની અસર એ થઈ કે રિકવરી રેટમાં પણ પ્રથમ વખત થોડો સુધારો થયો છે. રિકવરી રેટ 24 એપ્રિલના રોજ વધીને 80% થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments