Tuesday, September 21, 2021
HomeMP-ગુજરાતની વચ્ચે ચાલતા હવાલા રેકેટનો પર્દાફાશ,
Array

MP-ગુજરાતની વચ્ચે ચાલતા હવાલા રેકેટનો પર્દાફાશ,

સુરતઃ મધ્યપ્રદેશના આર્થિક પાટનગર ઇંદોર અને ગુજરાતના બે મોટા શહેરો સુરત અને અમદાવાદની વચ્ચે મોટા પ્રમાણમાં હવાલા રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ ઇંદોર દ્વારા બેટમાથી 29 લાખ 30 હજાર રૂપિયા પકડાયા બાદ આ રેકેટ સામે આવ્યું છે. આ લિંકના આધારે શનિવારે રાત્રે સુરત અને અમદાવાદમાં કાર્યવાહી કરીને આવકવેરા વિભાગે આ જ પાર્ટીના 42 લાખ રૂપિયા જપ્ત કર્યાં હતાં. આવક વેરા વિભાગે ગુજરાત અને ઇંદોરમાંથી આ જ પાર્ટીના 71 લાખ રૂપિયા સીઝ કર્યાં હતા. આ સિવાય એક કરોડ રૂપિયાથી વધુની રકમ હવાલાના માધ્યમથી હેરફેર કરવાના દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે.

ઇંદોરમાં રેકેટ ચાલતું હતું
દસ લોકોની કરાયેલી પૂછપરછમાં આ બાબત સામે આવી હતી કે, ઇંદોરના શ્રીવર્ધન કોમ્પ્લેક્સમાં આ હવાલા રેકેટ દશરથ પટેલ ચલાવી રહ્યો હતો. જેના ગ્રુપમાં 10 લોકો શામેલ હતાં. જે લોકો દરરોજ ઇંદોરથી સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં હવાલાની રકમ લાવવા-લઇ જવાનું કામ કરતાં હતાં.  ઇંદોર ઇન્વેસ્ટિગેશન વિંગના જોઇન્ટ ડાયરેક્ટર સતપાલ મીનાએ આ કાર્યવાહી કરી હતી. સુરત અને અમદાવાદમાં ઇંદોરની સૂચનાના આધારે અધિકારી આર.ગોસવના માર્ગદર્શન હેઠળ દરોડા પાડવામાં આવ્યાં હતાં.
મ.પ્ર.માં 7 દિવસમાં રૂપિયા 1.40 કરોડ સીઝ
મધ્યપ્રદેશના મુરેનામાં હવાલાની રકમ પકડાયાં બાદ આવકવેરા વિભાગે દિલ્હી, જયપુર અને મુરેનામાં સર્વે કર્યો હતો. જેમાં 50 લાખ રૂપિયાથી વધુની હવાલાની રકમ પકડવામાં આવી હતી. ત્યાંજ 12 માર્ચની રાત્રે મુંબઇ એરપોર્ટથી ઇંદોરના અધિકારીઓએ સયાજીના સંચાલક રઉફ ધાનાણી પાસેથી 12.50 લાખ રૂપિયાની રકમ જપ્ત કરી હતી. જેને તેમણે બ્લેકમની ગણી હતી. આ રીતે આચાર સંહિતા લાગુ થયા બાદ આવકવેરા વિભાગે મધ્યપ્રદેશમાંથી 7 દિવસમાં લગભગ 1.40 કરોડ રૂપિયા જપ્ત કર્યાં હતાં. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી સમયે શ્રીવર્ધન કોમ્પ્લેક્સની બાજુમાં બનેલા સિલવર મોલમાંથી હવાલાની રકમ પકડવામાં આવી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments