છોટાઉદેપુર : ખેતી પાકોને ડુક્કરથી થતાં નુકસાનને રોકવા ‘ડુક્કર ફાર્મ’ બનાવવા સાંસદ ગીતાબેન રાઠવાની લોકસભામાં રજૂઆત

0
18

છોટાઉદેપુર: છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ પોતાના મત વિસ્તારમાં ખેતીને નુકસાન કરતા ડુક્કરો માટે ડુક્કર ફાર્મ બનાવવા લોકસભામાં રજૂઆત કરી છે.

ડુક્કરો મકાઈ સહિતના પાકોને એક જ રાતમાં સફાયો કરી નાખે છે
છોટાઉદેપુર, નર્મદા,પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાય વર્ષોથી ખેતીના ઉભા પાકને મોટાપાયે નુકસાન પહોંચાડતા ડુક્કરોથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ડુક્કરો એક જ રાતમાં પાકને ઉખેડી દઇને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં વસવાટ કરતા લોકોનો મુખ્ય ખોરાક મકાઈ છે, જેથી આ જિલ્લાઓમાં મોટાપાયે મકાઈનું વાવેતર થાય છે, રાત્રે ડુક્કરો મોટી સંખ્યામાં ખેતરમાં આવી મકાઈ સહિતના પાકોને એક જ રાતમાં સફાયો કરી નાખે છે. આ ડુક્કરોના ત્રાસથી ખેડૂતોએ જિલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.

મત્સ્ય ફાર્મ અન મરઘાં ફાર્મ જેવું જ ડુક્કર ફાર્મ વિકસાવવાની રજૂઆત
છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલના ખેડૂતોએ સાંસદ ગીતાબેન રાઠવાને રજૂઆત કરીને તમામ હકીકતથી વાકેફ કર્યાં હતા. જેથી ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને સાંસદ ગીતાબેન રાઠવાએ ડુક્કરથી ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાની થતી હોવાની લોકસભામાં રજૂઆત કરી હતી. અને તેના નિરાકરણ માટે મત્સ્ય ફાર્મ અન મરઘાં ફાર્મ જેવું જ ડુક્કર ફાર્મ વિકસાવવાની રજૂઆત કરી હતી. જેમાં ખેતરમાં રઝળતા ડુક્કરોને આવા ફાર્મમાં રાખવાથી ખેડૂતોને ફાયદો થાય તેમ છે. તેમને સમગ્ર દેશમાં ડુક્કર ફાર્મ બનાવવા અંગે લોકસભામાં ભારત સરકારના કૃષિ વિભાગને રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here