Saturday, September 25, 2021
Homeનર્મદા : સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપળા કોવિડ...
Array

નર્મદા : સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપળા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી.

સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી. નર્મદા જિલ્લાનો જે સ્ટાફ બહાર છે એ પાછો નહિ આવે તો આવેદનપત્ર આપવાની અને ધરણા કરવાની આપી ચીમકી.

ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપળા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં કોવિડ હોસ્પિટલ માંથી ઉઠતી બુમોના પગલે કોવિડના મુખ્ય અધિકારીઓ સાથે મળીને કોવિડ હોસ્પિટલની સુવીધા બાબતે વિગતે ચર્ચા કરીહતી. બન્ને સાંસદોએ જણાવ્યું હતું કે જે સ્ટાફ અને વેન્ટિલેટર બીજા જિલ્લામાં આપ્યા છે તે પાછા મંગાવો. કોવિડના અધિકારીને સરકારમાં રજુઆત કરવા પણ જણાવ્યું હતું.

ઉપરાંત નર્મદા જિલ્લાનો જે સ્ટાફ બહાર મોકલો છો જો એ પાછો નહિ આવે તો મનસુખ વસાવાએ આવેદનપત્ર આપવાની અને ધારણા કરવાની ચીમકી પણ આપી હતી. આ ચીમકીથી તંત્ર હરકત મા આવી ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં સ્ટાફની અછત છે તે બહાર આવ્યું છે. નર્મદા જિલ્લાનો સ્ટાફ પરત નથી કર્યો તદઉપરાંત નવો સ્ટાફ માંગી રહ્યા છે. જિલ્લામાં પૂરતો સ્ટાફ નથી. અને ક્વોલિફાયડ ડોકટર નથી. જેથી અહીં મરણનો આંક પણ વધતો જાય છે. કોવિડમાં તાત્કાલિક ક્વોલિફાયડ ડોકટર મુકાવા જોઈએ અને સ્ટાફ પણ મુકાવો જોઈએ. જે પણ અધિકારી હોઈ એને અમારો નર્મદા જિલ્લાનો સ્ટાફ પરત મોકલવો જોઈએ. બાકી અમારે આંદોલન કરવાની ફરજ પડશે. એવી ચીમકી આપતા આજે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.

 

રિપોર્ટર : દીપક જગતાપ, રાજપીપળા, નર્મદા

 

 

 

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments