Thursday, August 5, 2021
No menu items!
Homeસ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આદિવાસીઓનો લારી ગલ્લા હટાવવા મુદ્દે વિવાદ, સાંસદ અને...
Array

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આદિવાસીઓનો લારી ગલ્લા હટાવવા મુદ્દે વિવાદ, સાંસદ અને સરકાર આમને સામને

ગુજરાતમા કેવડીયા કોલોની નજીક સ્થાપિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રોજગાર કરતા સ્થાનિકોને દુર કરવાની બાબતને લઈને વિવાદ ઉભો થયો છે.

જેમાં નર્મદા નિગમ દ્વારા સ્ટેચયુ ઓફ યુનિટીની આસપાસ એક વર્ષે પૂર્વે સ્થાનિક રોજગારી આપવા માટે ઉભા કરવામાં આવેલા કામચલાઉ કાચા ટેન્ટને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. રોજગારી વધારવા માટે પણ સરકાર દ્વારા વેલી ઓફ ફ્લાવર પાસે નાની-મોટી દુકાનો ફાળવવામાં આવી હતી. જ્યા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.

જો કે ગરીબોના લારી ગલ્લા દુર કરવાની મુદ્દે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કેવડીયા કોલોનીની મુલાકાત લીધી હતી. તેમજ નર્મદા નિગમના એમ. ડી. રાજીવ ગુપ્તા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરીને તેમને અંગ્રેજ સાથે સરખાવ્યા હતા.

તેમજ તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને સીએમ રૂપાણી સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપવાની વાત કરે છે. આ સ્થાનિકો ખાણી પીણી અને અન્ય વસ્તુઓ વેચીને રોજગારી મેળવે છે. તો બીજી તરફ એસીમાં બેસીને આઈએએસ ઓફિસરો હાઈફાઈ લાઈફ સ્ટાઈલ જીવે છે તેમને ગરીબોના જીવન અંગે કોઈ સમજ નથી. તેમજ આવા અધિકારીઓ કાયદા બનાવીને ગરીબોનો રોજી છીનવવાની કોઈ ચિંતા કરતા નથી.

તેમને વિચાર આવે છે કે આદિવાસીઓ લારી રાખશે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગરિમા ઘટશે. તેમજ આદિવાસીઓ તેમને ગમતા નથી. તેમજ એમ.ડી. રાજીવ ગુપ્તાને લીધે વાતાવરણ બગડી રહ્યું છે. તેમજ હું ચેતવણી આપું છું કે આદિવાસીઓની રોજીરોટી અને જીવન શૈલી જોડે છેડછાડ કરવાની કોશિષ ના કરે. તેમજ કેવડીયા કોલોનીમા સ્થાનિક તંત્રની કામગીરીના લીધે હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. તેમજ લારી ચાલકોમા પણ આક્રોશ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments