Saturday, September 24, 2022
Homeદિલ્હીથી MPના છતરપુર જતી ઓવરલોડ બસ પલટી, 3 મજૂરોના કમકમાટી ભર્યા મોત;...
Array

દિલ્હીથી MPના છતરપુર જતી ઓવરલોડ બસ પલટી, 3 મજૂરોના કમકમાટી ભર્યા મોત; વતન પરત ફરી રહ્યા હતા

- Advertisement -

કોરાના સંક્રમણના વધતા જતા કેસો અને લોકડાઉન વચ્ચે દિલ્હીથી મધ્યપ્રદેશના છતરપુર તરફ પૂરઝડપે પ્રવાસ કરતી બસ પલટી મારી ગઈ હતી. જેમાં બસની ક્ષમતા કરતા પણ વધારે મજૂરો સવાર હતા. આ દુર્ઘટનામાં 3 મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે, તો 15 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મંગળવારના રોજ સવારે ગ્વાલિયરના ઝાંસી હાઈવે પર જૌરાસી ખીણ પાસે પરિણમ્યો હતો. અત્યારે મૃતકો અંગે વધુ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી. બસમાં સવાર યાત્રીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

દિલ્હીમાં લોકડાઉન લાદવાને કારણે પરત ફરી રહ્યા હતા

દિલ્દીમાં રવિવારના રોજ જ લોકડાઉનની ઘોષણ કરાઈ હતી. આ કારણે MPના છતરપુરના રહેવાસી મજૂરો જે ત્યાં કેટલાક મહિનાઓથી મજૂરી કરી રહ્યા હતા તેઓએ વતન તરફ પ્રયાણ શરૂ કરી દીધું હતું. સોમવારે રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ 100 જેટલા મજૂરોએ પરિવારની સાથે બસ મારફતે છતરપુર જવા માટે પ્રયાણ કર્યું હતું. ઘણાબધા મજૂરો બસના છાપરા ઊપર બેસીને મુસાફરી કરી રહ્યા હતા. એમાંથી 2 બસની અડફેટે આવી ગયા અને એમનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું.

પલટી ખાઇ ગયેલી બસમાંથી બાળકો અને મહિલાઓ નીચે કૂદી ગયા હતા. તેમાંના ઘણા ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પલટી ખાઇ ગયેલી બસમાંથી બાળકો અને મહિલાઓ નીચે કૂદી ગયા હતા. તેમાંના ઘણા ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગ્રામજનોએ બારીના કાંચ તોડીને લોકોનો બચાવ કર્યો

આસપાસના લોકોએ ઘટનાસ્થળે પહોંચીને લોકોનો બચાવ કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ પોલીસને પણ જાણ કરી દીધી હતી. પોલીસ આવે એ પહેલા ગ્રામજનોએ બારીના કાંચ તોડીને ઘાયલ યાત્રીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. કેટલાક ઘાયલોને ઘટનાસ્થળે જ સારવાર આપવામાં આવી, તો કેટલાકને સારવાર અર્થે ડબરા અને ગ્વાલિયર મોકલી દેવાયા હતા. આ દુર્ઘટનામાં 8 મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ત્યારપછી ક્રેનની મદદથી બસને ઉઠાવીને એના નીચેથી મૃતદેહોને નિકાળવાની કામગીરી હાથ ધરાઈ હતી. દુર્ઘટનાનું મુખ્યકારણ ઓવર લોડ યાત્રીઓ હોવાનું જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 52 સીટર બસમાં 100થી વધુ યાત્રીઓ સવાર હતા. આ તમામ મજૂરોએ બમણું ભાડું પણ આપ્યું હતું.

લોકડાઉનના પ્રકોપે વતન પર ફરી રહ્યા હતા

દુર્ઘટનામાં ઘાયલ થયેલી રામવતીએ જણાવ્યું હતું કે એ પોતાના પતિ સાતે દિલ્હીની એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં મજૂરી કરી રહી હતી. તેઓના 2 બાળકો પણ એમના સાથે રહે છે. ગત વર્ષે લોકડાઉનમાં આ પરિવારને પગપાળા વતન આવવું પડ્યું હતું. દિવાળીના સમય પછી ફરીથી તેઓ અહીંયા રોજગારી અર્થે આવી પહોંચ્યા હતા. પરંતુ દિલ્હીમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવતા પહેલા જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે અર્થે તેઓ ફરીથી પાછા ફર્યા હતા.

છતરપુરનો રહેવાસી રામઅવતાર દિલ્હીમાં એક સીવર પ્રોજેક્ટ ઊપર મજૂરી કામ કરી રહ્યો હતો. ત્યાંના માલિક દ્વારા મજૂરને જાણ થઈ કે અહીંયા ફરીથી લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. ગત વર્ષના કડવા અનુભવોના પરિણામે એણે પણ રાતે 2 વાગે પરિવાર સાથે આ બસ દ્વારા પોતાના વતન પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. જે સમયે અકસ્માત પરિણમ્યો એ સમયે મજૂર નિંદ્રામાં હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular