ભારતને ગંદુ કહેતા પહેલાં મિસ્ટર ટ્રમ્પ તમારા ઘરમાં ડોકિયું કરી જુઓ, દૂર થઇ જશે ભ્રમ

0
0

ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી ચૂંટણી વખતે ટ્રમ્પ ‘મનફાવે’ તેવા દાવાઓ કરી રહ્યા છે. અમેરિકન મીડિયામાં ટ્રમ્પના ભાષણોનું ફેક્ટ-ચેકિંગ એક રૂટીન પ્રક્રિયા થતી ગઇ છે. શુક્રવારના રોજ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ચર્ચા થઇ. છેલ્લી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ટ્રમ્પે જો બિડેન ને કાઉન્ટર કરવા માટે એવો દાવો કર્યો કે તેની સત્યતા કદાચ તેમને જ ખબર નહીં હોય. ટ્રમ્પ કહે છે કે અમેરિકામાં સૌથી ઓછું કાર્બનનું ઉત્સર્જન છે. તેમણે કહ્યું કે ચીનને જોવો, ત્યાંની હવા કેટલી દૂષિત છે. રૂસ ને જુઓ, ભારતને જુઓ, ત્યાંની હવા કેટલી ગંદી છે. આંકડાથી ઉલટી જ તસવીરો વાસ્તવિકતા દર્શાવે છે. અમેરિકા કાર્બન ફૂટપ્રિન્ટ છોડવાના કેસમાં બીજા નંબર પર છે. દુનિયાની વસતીમાં જેટલો તેનો હિસ્સો છે, તેનાથી કયાંય વધુ કાર્બન ઉત્સર્જન (CO2)માં અમેરિકાનું યોગદાન છે. ટ્રમ્પે આ આંકડો જોઇ લેવો જોઇએ.

‘ભારતને જુઓ, કેટલું ગંદુ છે’

આપણી પાસે કાર્બન ઉત્સર્જનની સૌથી સારી સંખ્યા છે, જે અમે આ પ્રશાસનની અંતર્ગત 35 વર્ષમાં પ્રાપ્ત કરી છે, અમે ઉદ્યોગો સાથે સારી રીતે કામ કરીએ છીએ. ચીનને જુઓ, રૂસને અહીં જુઓ, ભારતને જુઓ કેટલું ગંદુ છે. ત્યાંની હવા કેટલી ગંદી છે.

ચીન અને અમેરિકા સૌથી મોટા પ્રદૂષિત

21મી સદીમાં ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન કેટલાંય ગણું વધી ગયું છે. યુરોપિયન યુનિયનના આંકડા બતાવે છે કે ગ્લોબલ લેવલ પર ચીન સૌથી વધુ કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. ગ્લોબલ મિશનમાં તેનો હિસ્સો 30 ટકાથી વધુ છે. અમેરિકા બીજા નંબર પર છે અને ત્યાં દુનિયાના કુલ કાર્બન ઉત્સર્જનના 13.43% માટે જવાબદાર છે. ગ્લોબલ કાર્બન ફૂટપ્રિન્ટમાં ભારતનો હિસ્સો 6.83 ટકા છે જે રૂસ અને જાપાન જેવા દેશોથી વધુ છે.

CO2 ઉત્સર્જન રોકવામાં નિષ્ફળ છે અમેરિકા

2018ની સાલમાં અમેરિકાએ 6.7 બિલિયન ટન ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન કર્યું. એક બાજુ જ્યાં યુરોપિયન યુનિયને 2050 અને ચીને 2060 સુધીમાં આવા ગેસોનું ઉત્સર્જન ઝીરો કરવાનો ટાર્ગેટ નક્કી કરી રાખ્યો છે. અમેરિકાનો આવો કોઇ ઇરાદો નથી. અમેરિકામાં ટ્રાન્સપોર્ટ હજુ પણ ગ્રીનહાઉસ ગેસોનું સૌથી મોટું કારણ છે.

વસતીની દ્રષ્ટિથી પણ પ્રદૂષણ ફેલાવામાં અમેરિકા આગળ

જો વસતીની દ્રષ્ટિથી પ્રદૂષણ ફેલાવાનો આંકડો જોઇશું તો પણ અમેરિકા ટોપ-5 દોષિતોમાં સામેલ છે. અહીં એક વર્ષમાં દર વ્યક્તિ સરેરાશ 16.56 મેટ્રિક ટન CO2 ઉત્સર્જન માટે જવાબદાર છે. આ કેસમાં સાઉદી અરબ નંબર 1 પર છે જ્યાં વ્યક્તિ દીઠ વાર્ષિક 18.48 મેટ્રિક ટન CO2નું એમિશન થાય છે. ભારત આ યાદીમાં 21મા નંબર પર છે. અહીં એક વર્ષમાં વ્યક્તિ દીઠ સરેરાશ 1.96 મેટ્રિક ટન CO2 ઉત્સર્જન નોંધાય છે.

1 ભારતીય કરતાં ત્રણ ગણું વધુ પ્રદૂષણ ફેલાવે છે અમેરિકન નાગરિક

2019ની સાલમાં ધ એમિશન્સ ડેટાબેસ ફોર ગ્લોબલ ઇડમોસ્ફેરિક રિસર્ચે કાર્બન ફૂટપ્રિન્ટના આધાર પર દેશોની યાદી રજૂ કરી હતી. તેના મતે ઓછી વસતી છતાંય અમેરિકા વર્ષો સુધી ચીન અને ભારત કરતાં વધુ CO2 હવામાં છોડતું રહ્યું. દુનિયાની વસતીમાં અમેરિકાનો જેટલો હિસ્સો છે તેના કરતાં ત્રણ ગણું વધુ પ્રદૂષણ ફેલાવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here