વડોદરા : MS યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ જાહેર, 17 હજાર વિદ્યાર્થીઓ બે ફેઝમાં આપશે પરીક્ષા

0
0

વડોદરા M.S.યુનિવર્સીટીમાં યુ,જી,સી ની ગાઇડલાઇન મુજબ પરીક્ષાઓ યોજાવાની હતી. પરંતુ M.S.યુનિવર્સીટીએ યુજીના અંતિમ અને પી.જી.ના બન્ને વર્ષની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો થોડા સમય પેહલા નિણઁય કર્યો હતો.ત્યારે હવે અનલોક 2 ની જાહેરાત કર્યા બાદ ત્યારે આજે વડોદરાની MS યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

કોરોના મહામારીના કારણે MS યુનિવર્સિટીમાં બે ફેઝમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. MS યુનિવર્સિટીમાં ભણતા 17 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. તેમજ અંતિમ વર્ષ, પોસ્ટગ્રેજ્યુએશનના કુલ 17 હજાર વિદ્યાર્થી, 5થી 14 ઓગસ્ટ, 18થી 27 ઓગસ્ટ સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓની યુનિ. ઓનલાઈન પરીક્ષા લેશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરા એમએસ યુનિ.ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીએ બે ફેઝમાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. વડોદરા એમએસ યુનિ.માં ફાઈનલ યર અને પોસ્ટ ગ્રેજ્યુએટના મળી કુલ 17 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જેમાં 5થી 14 ઓગસ્ટ અને 18થી 27 ઓગસ્ટ સુધી MS યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાશે. તમામ વિદ્યાર્થીઓની યુનિ ઓનલાઇન પરીક્ષા લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here