મુકેશ અંબાણીએ વોરન બફેટને પાછળ રાખીને વિશ્વના સાતમા સૌથી ધનિક વ્યક્તિ બન્યા

0
5

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ નેટવર્થ મામલે દિગ્ગજ રોકાણકાર વોરન બફેટને પાછળી મૂકી દીધા છે. ફોર્બ્સ મેગેઝિનના રિયલ ટાઇમ બિલિયનેયર ઇંડેક્સથી આ માહિતી મળી છે.  ઇન્ડેક્સ ડેટા મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ 2 અબજ ડોલર વધીને 70.10 અબજ ડોલર થઈ ગઈ છે. જ્યારે વોરન બફેટની નેટવર્થ 68.2 અબજ ડોલર જ છે. તાજેતરમાં મુકેશ અંબાણી દુનિયાના 10 સૌથી ધનવાન વ્યક્તિઓમાં શામેલ થયા હતા. ફોર્બ્સના આ ઇન્ડેક્સમાં મુકેશ અંબાણી હવે 7માં ક્રમાકે પહોંચ્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની મિલકત વધવા વાછળનું કારણ આરઆઈએલના શેરોમાં આવેલ તેજી બતાવવામાં આવી રહ્યું છે. માર્ચ બાદથી અત્યાર સુધી RILના શેરોમાં બેગણો વધારો થયો છે. ખરેખર, તાજેતરમાં RILની ટેક્નોલોજી એકમ જિયો પ્લેટફોર્મ્સએ કેટલીક વૈશ્વિક કંપનીઓ સાથે કરારની જાહેરાત કરી હતી. જેમાં ફેસબુક પણ શામેલ છે. ત્યાર બાદથી જ RILના શેરોમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ છેલ્લા ઘણા સમય સુધી દુનિયાના બીજા સૌથી મોટા અબજોપતિ રહી ચૂકેલા વોરન બફેટની કંપની બર્કશાયર હેથવે કેટલાક સમયથી અંડરપર ફોર્મિંગ ઇન્ડેક્સમાં શામેલ રહી છે.

અબજોપતિઓની યાદીમાં ટોપ પર એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ છે. જ્યારે, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ બીજા ક્રમાંકે છે. જ્યારે બર્નાર્ડ ઓર્નોલ્ટ ફેમિલી લિસ્ટમાં ત્રીજા ક્રમાંકે છે. આ સિવાય ફેસબુક ફાઉન્ડર માર્ક જકરબર્ગ ચોથા અને સ્ટીવ બોલ્મર 5માં અને લેરી એલિસન છઠ્ઠા ક્રમાંકે છે. ઉલેખનીય છે કે ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિનેયર રેંકિંગ દર મિનિટે અપડેટ થતી હોય છે. જેમાં અબજોપતિઓની સંપત્તિનું આકલન તેમની કંપની અથવા શેરની કિંમતના આધારે નક્કિ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here