Thursday, March 28, 2024
Homeમુકેશ અંબાણીનો નવો પ્લાન: રિલાયન્સ હવે રેસ્ટોરાં બિઝનેસમાં ઉતરશે
Array

મુકેશ અંબાણીનો નવો પ્લાન: રિલાયન્સ હવે રેસ્ટોરાં બિઝનેસમાં ઉતરશે

- Advertisement -

મુંબઈ તા.31
ભારતની લાંબી રિટેલ ચેન ઉભી કર્યા પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ) હવે મિશેબીન સ્યાર્ડ અર્માની ઈટટી સાથેની ભાગીદારીમાં રેસ્ટોરાં બીઝનેસમાં ઉતરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રિલાયન્સ મિલાનસ્થિત લકઝરી કંપની એમ્પોરિયો અર્માની સાથે ભાગીદારી કરી ફુડ બીઝનેસ કરશે. પેટ્રોલીયમથી ટેલીકોમ્યુનીકેશન્સ સુધીનો બિઝનેસ ધરાવતી આ કંપની સમૂહ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેકસમાં બની રહેલા લકઝરી મોલમાં પ્રથમ એમ્પોરિયો અર્માની રેસ્ટોરન્ટ ખોલશે. અર્માનીએ અગાઉ પેરિસ, મિલાન, ન્યુયોર્ક, ટોકયો, મ્યુનિવ અને દુબઈમાં પણ રેસ્ટોરા ખોલી હતી. રિલાયન્સ જિઓ વર્લ્ડ સેન્ટર નામે બાંદ્રા-કુર્લા કોમ્પલેકસમાં મેગા-કોમર્સીયલ સંકુલ ઉભી કરી રહી છે. આ સેન્ટરમાં લકઝરી મોલ, પફોર્મીંગ આર્ટસ થિએયર, રૂફટોપ ડ્રાઈવ-ઈન મુવી થિયેટર અને કોમર્સિયલ ઓફિસો પણ હશે. લકઝરી મોલ આવતા વર્ષે ખુલ્લો મુકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular